• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તો ફરીથી શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે બોકસ ઓફિસ પર થશે ટક્કર!

|
Google Oneindia Gujarati News

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીને લઈને ઘણા સમયથી ચર્ચા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે હવે આ ફિલ્મનું નામ બદલવામાં આવી રહ્યું છે. ફિલ્મનું નામ ખૂબ મોટું છે અને નિર્માતાઓને લાગ્યું કે આ નામની સાથે આ ફિલ્મને પ્રસિદ્ધી નહીં મળે. આ જ કારણ છે કે હવે ફિલ્મનું નામ બદલીને ભાઈજાન કરવામાં આવ્યું છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે એકદમ ચોંકાવનારા છે, કારણ કે સલમાન ખાન શાહરૂખ ખાન સાથે ટકરાવા જઇ રહ્યો છે.

સમાચાર છે કે, સલમાન ખાનની ફિલ્મ ભાઈજાનને દિવાળી 2022 માં રીલિઝ કરવાની તૈયારી છે તો બીજી તરફ શાહરૂખ ખાનની એક ફિલ્મ પણ દિવાળીએ જ રિલીઝ થવાની છે, જેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. અહેવાલો છે કે શાહરૂખ ખાન અને અટલીની ફિલ્મ પણ 2022 માં દિવાળીએ રીલિઝ થશે. જો દિવાળી પર બંને ફિલ્મ રિલીઝ થાય છે, તો તે ચોક્કસપણે મોટી ટક્કર સાબિત થશે. સલમાન ખાન અને શાહરુખ ખાન લાંબા સમય બાદ સામ-સામે હશે.

જો કે, આ સમાચાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને કોઈ માહિતી પણ સામે આવી નથી. સલમાન ખાન હાલમાં ટાઇગર-3 અને શાહરૂખ ખાન પઠાણ માં વ્યસ્ત છે. સલમાન ખાન પઠાણમાં કેમિયો કરતો જોવા મળશે અને બંને ફિલ્મો યશ રાજ પ્રોડક્શનની છે. આ સિવાય સલમાન ખાન કિક 2 અને ફાઈનલમાં પણ વ્યસ્ત છે. શાહરૂખ ખાન વિશે વાત કરીએ તો રાજકુમાર હિરાની સાથે તેની વાતચીત ચાલુ છે.

English summary
Diwali 2022 will be a big bang? Shah Rukh Khan and Salman Khan clash at the box office!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X