For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પંખીઓને પાંજરામાં જોઈ દ્રવી ઉઠે છે અદા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી અદા શર્માને આઝાદી ગમે છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે સૌ પોતાની રીતે સ્વાતંત્ર્યપૂર્વક જીવે અને સૌને એવો અધિકાર છે. તેમાં મૂંગા પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. ખાસ તો અદાનું હૃદય ત્યારે દ્રવી ઉઠે છે કે જ્યારે તેઓ પંખીઓને પાંજરામાં કેદ જુએ છે. કદાચ અદાની આ જ લાગણી તેમને પેટા સાથે જોડાવા માટે પ્રેરી ગઈ.

પંખીઓ પ્રત્યે ક્રૂરતા તથા તેમને પાંજરામાં કેદ કરવાની વિરુદ્ધ પોતાનો ટેકો વ્યક્ત કરવા અદા શર્મા તાજેતરમાં જ પેટાની નવી પ્રચાર ઝુંબેશ સાથે જોડાયાં છે અને તેમણે લોકોને પંખીઓને ખુલ્લા આકાશમાં મુક્ત થઈ ઉડવા દેવાનો અનુરોધ કર્યો છે.

પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા નામની આ સંસ્થા સામાન્ય રીતે મૂંગા પ્રાણી-પંખીઓના સંરક્ષણ માટે કાર્ય કરે છે. રવિવારે માધુરી દીક્ષિત પણ જ્યારે ઝલક દિખલા જા શોના શૂટિંગ દરમિયાન સાત ગલુડિયાઓને વરસાદમાં પલળતા અને ધ્રુજતા જોઈ દ્રવી ઉઠ્યા હતાં. માધુરીએ ત્યારે પેટાની જ મદદથી ગલુડિયાઓને બચાવ્યા હતાં. હવે પેટાની નવી જાહેરખબર ઝુંબેશસાથે અદા શર્મા પણ જોડાઈ ગયાં છે.

આવો તસવીરો સાથે જાણીએ અદા શર્મા પ્રાણીઓ-પંખીઓ અંગે વધુ શું કહે છે.

લાગણીઓથી જોડાયા અદા

લાગણીઓથી જોડાયા અદા

પેટાની જાહેરખબરના શૂટિંગ દરમિયાન અદાએ મીડિયા સાથે વાતચીત કરી અને પંખીઓ સાથેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી.

પંખીઓને કેદ ન કરો

પંખીઓને કેદ ન કરો

અદાએ જણાવ્યું કે પંખીઓને પાંજરામાં કેદ ન કરો. કોઈ પણ જંતુ કે વન્યજીવને ખાસ તો પંખીઓને પાંજરામાં કેદ ન કરવું જોઇએ.

કૂતરા-બિલાડી નથી

કૂતરા-બિલાડી નથી

તેમણે જણાવ્યું કે પંખીઓ વનમાં રહેતા પ્રાણીઓ છે, નહિં કે કૂતરા અને બિલાડીની જેમ પાલતૂ જીવ.

કેદ કરનાર પ્રોત્સાહનને પાત્ર નથી

કેદ કરનાર પ્રોત્સાહનને પાત્ર નથી

અદાએ જણાવ્યું - હું એવા લોકો કે જેઓ પક્ષીઓને કેદમાં રાખે છે, તેમને પ્રોત્સાહિત નહિં કરું.

ગંભીર ગુનો

ગંભીર ગુનો

અદા કહે છે કે પંખીઓને કેદ કરવું ગંભીર ગુનો છે અને આપણે તેમ ન કરવું જોઇએ. 1920 તથા હમ હૈં રાહી કાર કે જેવી ફિલ્મો માટે જાણીતા અદા શર્મા પંખીઓને કેદ જોઈ દુઃખી થઈ જાય છે.

English summary
Bollywood actress Adah Sharma has joined PETA's latest ad campaign to extend her support against cruelty and caging of birds and has urged the people to let the feathered creatures fly freely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X