કમલ હસનની અપીલ : આપનું મત આપનું ભવિષ્ય છે, તેને વેચો નહીં!

Google Oneindia Gujarati News

ચેન્નઈ, 19 માર્ચ : તામિળનાડુ રાજ્ય ચૂંટણી વહિવટી તંત્રે અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમળ હસનને વોટ માટે નોટ વિરુદ્ધ પોતાની ઝુંબેશમાં જોડ્યાં છે. રાજ્ય ચૂંટણી વહિવટી તંત્ર તરફથી જારી કરાયેલ એક વીડિયોમાં કમળ હસને લોકોને પૈસા માટે પોતાનું ભવિષ્ય અને આત્મ-સન્માન નહીં વેચવા માટેની અપીલ કરી છે.

કમલ હસન સાઉથ ઇન્ડિયન સિનેમાના સુપર સ્ટાર ગણાય છે. રજનીકાંત બાદ કમલ હસન જ સાઉથ ઇન્ડિયા અને ખાસ તો તામિળનાડુમાં સૌથી પ્રભાવશાળી અભિનેતા તથા વ્યક્તિત્વ ગણાય છે. એટલે જ રાજ્ય ચૂંટણી વહિવટી તંત્રે કમલ હસનને વોટ ફૉર નોટ વિરોધી ઝુંબેશમાં કમલ હસનને જોડ્યાં છે. કમલ હસન તાજેતરમાં વિશ્વરૂપમ ફિલ્મમાં દેખાયા હતાં અને હાલ તેઓ તેની સિક્વલ બનાવવામાં વ્યસ્ત છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કમલ હસનની અપીલ અને માણીએ વીડિયો પણ :

કિંમત આધારે વોટ નહીં

કિંમત આધારે વોટ નહીં

કમલ હસને વીડિયોમાં જણાવ્યું - આ સરખામણી કરતા વોટ ન આપો કે કયો નેતા મતદાન માટે વધુ કિંમત આપી રહ્યો છે.

યોગ્ય નેતાને વોટ

યોગ્ય નેતાને વોટ

કમલે કહ્યું - આપ એ અંગે વિચારો કે આપ પોતાનું ભવિષ્ય કોના હાથે સોંપી રહ્યાં છો અને યોગ્ય નેતાને વોટ આપો.

ભાવિ-સન્માન ન વેચો

ભાવિ-સન્માન ન વેચો

કમલે જણાવ્યું - પૈસા માટે પોતાનું ભવિષ્ય અને આત્મ-સન્માન ન વેચો.

બુદ્ધિનો ઉપયોગ કરો

બુદ્ધિનો ઉપયોગ કરો

કમલે જણાવ્યું - પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી મતદાન કરો.

વચન માંગતા કમલ

વચન માંગતા કમલ

કમલ હસને જણાવ્યું - વચન આપો કે કોઈ પણ ભોગે પોતાનો વોટ વેચશો નહીં.

મતદાન મોટી જવાબદારી

મતદાન મોટી જવાબદારી

કમલ હસન કહે છે - મતદાન કરવું દરેક નાગરિકની મોટી જવાબદારી છે.

આપણે દેશના આભારી

આપણે દેશના આભારી

કમલે જણાવ્યું - જુદી-જુદી જવાબદારીઓથી અલગ આપણે પોતાના દેશ માટેની જવાબદારી બજાવવા બદલ આભારી છીએ. મતદાન બહુ જ મહત્વનું છે.

નેતાઓની ક્ષમતા પારખો

નેતાઓની ક્ષમતા પારખો

કમલ હસને જણાવ્યું - ચાલો, ચૂંટણીઓમાં ઊભા થતાં નેતાઓની ક્ષમતાને પારખી અને સમજીને મતદાન કરીએ.

માણો વીડિયો

તામિળનાડુ ચૂંટણી વહિવટી તંત્ર દ્વારા જારી કરાયેલ કમલ હસનનું વીડિયો માણવા સ્લાઇડર પર ક્લિક કરો.

English summary
The Tamil Nadu state election commission has roped in actor-filmmaker Kamal Hassan to campaign against cash for votes. In a video released by the election commission, Kamal has urged people to not sell their future and self-respect for a pittance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X