• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દોસ્તાના 2માં અભિ-જ્હૉન સાથે કૅટરીના ઇન, પ્રિયંકા આઉટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 ઑક્ટોબર : લાંબા વખતથી દોસ્તાના 2 ફિલ્મ અંગે ચર્ચા હતી કે કરણ જૌહર તેનું શૂટિંગ વહેલામાં વહેલી તકે શરૂ કરવા જઈ રહ્યાં છે. હવે ઇંતેજાર પૂરો થયો છે. કરણ જૌહર આ ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ કરી દેશે. કહેવાતુ હતું કે પ્રિયંકા ચોપરા જ દોસ્તાનાની સિક્વલમાં પણ હશે, પરંતુ હવે પ્રિયંકા આઉટ થઈ ગયા છે અને કૅટરીના કૈફ દોસ્તાના 2માં નજરે પડનાર છે.

દોસ્તાના ફિલ્મમાં અભિષેક બચ્ચન, જ્હૉન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા હતાં, પરંતુ દોસ્તાના 2માં અભિ-જ્હૉનને ચાલુ રખાયા છે, જ્યારે પ્રિયંકાના સ્થાને કૅટરીના કૈફને લેવામાં આવ્યાં છે. અભિષેકે જણાવ્યું કે ફિલ્મનું શૂટિં આવતા મહીને શરૂ થઈ જશે. ફિલ્મનું દિગ્દર્શન તરુણ મનસુખાણી કરશે. દોસ્તાના 2માં દોસ્તાના કરતા વધુ રોચક પાસાઓ હશે, તો જ્હૉન અબ્રાહમ પણ પહેલા કરતા વધુ હૉટ નજરે પડશે.

નોંધનીય છે કે વર્ષ 2008માં આવેલી દોસ્તાના ફિલ્મ સમગૈંલિક સંબંધોની ફની તથા લવિંગ વાર્તા હતી. ફિલ્મ તો હિટ હતી. હવે જોઇએ દોસ્તાના 2 ફિલ્મ કઈ કમાલ કરે છે.

English summary
Dostana 2 to go on floors this November Said Karan Johar. John Abraham, Abhishek Bachchan and Katrina Kaif are Playing Lead Roles. Priyanka Chopra is not finalised.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X