ડ્રગ્સ કેસઃ દીપિકા, શ્રદ્ધા, સારા, રકુલ પ્રીત સહિત 7 લોકોને NCBએ નોટિસ મોકલી
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પોતાની તપાસનો વિસ્તાર વધારી દીધો છે. જે અંતર્ગત ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ સહિત 7 લોકોને નોટિસ મોકલી છે. જેને ત્રણથી ચાર દિવસમાં રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.
ઈન્ડિયા ટુ઼ડેમાં છપાયેલ રિપોર્ટ મુજબ સાત લોકોમાં દીપિકાની મેનેજર કરિશ્મા અને સુશાંત સિંહ રાજપૂતની મેનેજર શ્રુતિ મોદીને પણ પુછપરછ માટે બોલાવવામાં આવી છે. જેમને આગામી ત્રણ દિવસમાં બોલાવવામાં આવશે. રિપોર્ટ મુજબ આ એક્ટ્રેસ વિરુદ્ધ ડ્રગ્સની ખરીદ-ફરોખ્તીના સબૂત છે. દીપિકાનું તો વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ ગયું છે. જેમાં તે 'માલ હૈ ક્યા' કહીને ડ્રગ્સ માંગી રહી હતી.
અત્યાર સુધીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ મામલે 18 લોકોની ધરપકડ કરી લીધી છે અને હજી આગામી દિવસોમાં મોટાં માથાંઓની પણ ધરપકડ થઈ શકે છે. દીપિકા પાદુકોણને જેલ જવાથી હવે કોઈ બચાવી શકે તેવું નથી લાગી રહ્યું, દીપિકા સામે પુખ્તા સબૂત મળ્યાં હોવાથી દીપિકાને એનસીબીએ સમન પાઠવ્યું છે. રિપબ્લિક ભારતના રિપોર્ટ મુજબ દીપિકા અને રણવીર સિંહ ડઝનેક વકીલો સાથે કંસલ્ટેશન કરી રહ્યા છે.