સલમાનની પાર્ટીમાંથી પાછા ફરતા જેકલીનની કારનો અકસ્માત
ગુરુવારે રાતે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની કારનો અકસ્માત થઈ ગયો છે. આ દુર્ઘટના અભિનેતા સલમાન ખાનની પાર્ટીમાંથી પાછા ફરતી વખતે થઈ. જો કે આ દુર્ઘટનામાં જેકલીન અને તેના ડ્રાઈવરને કોઈ નુકશાન થયુ નથી પરંતુ જેકલીનની કારની હેડલાઈટ ખરાબ થઈ ગઈ છે.

જેકલીનની કાર અને ઓટોરિક્ષા ટકરાયા
સ્પોટબોયના રિપોર્ટ મુજબ આ દુર્ઘટના રાત્રે લગભગ 2.45 વાગે બાન્દ્રાના કાર્ટર રોડ પર બની. જેકલીનની કાર અને એક ઓટોરિક્ષા ટકરાઈ ગયા હતા.

જેકલીન અભિનેતા સલમાન ખાનના ઘરેથી પાછી આવતી હતી
તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડીસ અભિનેતા સલમાન ખાનના ઘરેથી પાછી આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. સલમાને ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રેસ 3 ની ટીમ માટે એક પાર્ટી રાખી હતી.

રેસ 3 જૂન 2018 ના રોજ રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે રેસ 3 માં સલમાન ખાનની સાથે જેકલીન ફર્નાન્ડીસ, અનિલ કપૂર, બોબી દેઓલ અને સાકિબ સલીમ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 જૂન 2018 ના રોજ રિલીઝ થવાની છે. જેકલીન ફર્નાન્ડીસ ફિલ્મમાં એક્શન કરતી દેખાશે.

રેસ 3 માં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડીસ
આમ જોવા જઈએ તો રેસ 3 ફિલ્મ મૂળ રૂપે અબૂ ધાબીમાં ફિલ્માવામાં આવી છે. જો કે આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાત આપને જણાવી દઈએ કે અબૂધાબીમાં ફિલ્માવામાં આવેલી આ ફિલ્મના શૂટિંગમાં 35 દિવસ લાગ્યા અને 6 અલગ અલગ જગ્યાએ તેનું શૂટિંગ કરવામાં આવ્યુ છે. આ બોલિવુડની પાંચમી ફિલ્મ છે જેનું શૂટિંગ આ શહેરમા કરવામાં આવ્યુ હોય. આ ફિલ્મ પહેલા બેબી, બેંગ બેંગ, ઢિશૂમ અને ટાઈગર ઝિંદા હેનું શૂટિંગ પણ આ શહેરમાં કરવામાં આવ્યુ છે.