અનિલ કપૂરે કેટલીક ફિલ્મો માત્ર પૈસા માટે કરી- ખુલાસો કરતાં કહ્યું કે…
અનિલ કપૂર પાછલા 4 દશકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાઈ રહ્યા છે. તેમણે તમામ ઉતાર ચઢાવ જોયા છે. હાલમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમ્યાન અભિનેતાએ ખુલાસો કર્યો કે કરિયરમાં આટલા સફળ થવા છતાં તેમની જિંદગીમાં પણ એક એવો સમય આવ્યો હતો જ્યારે તેમણે માત્ર પૈસા માટે ફિલ્મોમાં કામ કર્યું.
પોતાના અભિનય, ફિટનેસ અને લુક્સને લઈ અનિલ કપૂર હંમેશા ફિલ્મમેકર્સની પહેલી પસંદ બની રહ્યા છે. આજે પણ તેઓ વર્ષમાં બેથી ત્રણ ફિલ્મોમાં જોવા મળે છે. હાલમા જ રિલીઝફિલ્મ Ak vs Akમાં તેમનાં કામનાં ખુબ વખાણ થયાં.
પોતાની ફિલ્મો વિશે ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતાં અનિલ કપૂરે જણાવ્યું કે કરિયરના શરૂઆતી દિવસોમાં તેમનો પરિવાર આર્થિક તંગીથી પસાર થઈ રહ્યો હતો માટે તેમણે કેટલીક ફિલ્મો માત્ર પૈસા માટે સાઈન કરી અને તેમને આ વાતનો અફસોસ છે.
તેમણે કહ્યું કે, મેં અંદાજ અને હીર રાંઝા જેવી ફિલ્મોમાં પૈસા માટે જ એક્ટિંગ કરીહતી. રૂપ કી રાની ચોરોં કા રાજા ફિલ્મ બાદ મારો પરિવાર આર્થિક સંકટમાં હતો. એવામાં મેં પરિવારને બચાવવા માટે કેટલીક ફિલ્મો સાઈન કરી.
અનિલ કપૂરે કહ્યું કે મારા માટે ખુશીની વાત છે કે હું એ સંકટમાંથી બહાર નિકળી શક્યો અને જિંદગીમાં એવા પ્રકારનો અઘરો સમય ક્યારેય નહોતો આવ્યો. તેમણે કહ્યું કે, હું અને મારો પરિવાર ખુશ નસિબ છીએ કે એ સમય હવે પાછળ જતો રહ્યો. પરંતુ આગળ ક્યારેય પણ મારા કે મારા પરિવાર સામે આવી પરેશાની નથી આવી અને જો આવશે તો કંઈપણ કામ કરવાથી ખચકાઈસ નહિ. મારા પરિવારનો ખ્યાલ રાખવા માટે હું ગમે તે કરીશ.
દેશદ્રોહ મામલે બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને આપી 25 જાન્યુઆરી સુધી ધરપકડથી રાહત
જણાવી દઈએ કે 1993માં રિલીઝ થયેલ ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજા લાંબા ઈંતેજાર બાદ રિલીઝ થઈ શકી હતી અને ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર આ ફિલ્મના નિર્માતા બોની કપૂર હતા.