• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ડ્રેસના કારણે ટ્રોલ થઈ કરીના કપૂર, યૂઝર્સે કરી અજીબ કોમેન્ટ્સ

By Staff
|

મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના અનોખા ફેશનથી લોકોનું દિલ જીતી લે છે. તે હાલ ટેલીવિઝન શો ડાંસ ઈન્ડિયા ડાંસના સીઝન 7માં જજ તરીકે જોવા મળી રહી છે. આ શોમાં તે અવારનવાર પોતાની ફેશનથી લોકોને દંગ કરી દે છે. આ દરમિયાન હવે તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ કરીનાની ડ્રેસને કારણે ભારે વાયરલ થઈ રહ્યા છે.

ડ્રેસના કારણે ટ્રોલ થઈ કરીના કપૂર

ડ્રેસના કારણે ટ્રોલ થઈ કરીના કપૂર

જણાવી દઈએ કે કરીનાએ શો ડાંસ ઈન્ડિયા ડાંસના શૂટિંગ માટે આ ડ્રેસ પહોર્યો હતો. જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો તેની સ્ટાઈલને કારણે તેમને પણ ટ્રોલ કરી રહ્યા છે. તેમની જે તસવીરો સામે આવી છે, તેમાં કરીના ગુલાબી રંગના ઑફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે. તેણે મિનિમલ મેકઅપ કર્યો છે. ડાર્ક સ્મોકી આંખો સાથે તે અતિ સુંદર લાગી રહી છે.

યૂઝર્સે કરી અજીબ કોમેન્ટ

યૂઝર્સે કરી અજીબ કોમેન્ટ

જ્યારે તેના હેરસ્ટાઈલની વાત કરીએ તો તેમણે સ્ટાઈલિશ અંદાજમાં બન બનાવ્યો છે. જો કે કેટલાક યૂઝર્સ કરીનાની ડ્રેસનો મજાક ઉડાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આ લોકોને આવાં કપડાં પહેરવા માટે ચાર લોકો જોઈએ. જ્યારે એક યૂઝરે લખ્યું કે જમીનમાં ઘસેડાતી કરીનાની આ ડ્રેસ જોઈ એવું લાગી રહ્યું છે જાણે તે સ્વચ્છ ભારત અભિયાન પર જઈ રહી હોય.

આ ફિલ્મમાં જોવા મળશે

ફિલ્મોની વાત કરીએ તો કરીના અક્ષય કુમાર સાથે ફિલ્મ ગુડ ન્યૂજમાં જોવા મળશે. જે 27 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ છે. જે બાદ કરીના ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં પણ જોવા મળશે. જે 2020માં રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીનાની સાથે ઈમરાન ખાન અને રાધિકા મદાને પણ કામ કર્યું છે.

રિચા ચઢ્ઢા આવનારી ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકામાં હોવા મળશે

English summary
Due to this dress Kareena Kapoor trolled, users made strange comments
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X