• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તનુશ્રી-નાના વિવાદ પર આ હતી અમિતાભ-આમિરની પ્રતિક્રિયા

|

બોલિવુડની ગલીઓમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે 'આશિક બનાયા આપને' ફેમ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ક્રાંતિવીર ફેમ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. પોતાની સાથે 10 વર્ષ પહેલા બનેલી ઘટના વિશે જણાવતા તનુશ્રીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તનુશ્રીએ કહ્યુ કે, '2008 માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ' ના સેટ પર નાનાએ માત્ર તેનુ સેક્સ્યુએલ હેરેસમેન્ટ જ નહોતુ કર્યુ પરંતુ એક રાજકીય પક્ષને બોલાવીને તેની કાર પર હુમલો પણ કરાવ્યો હતો અને તેને અને તેના પિતાને ધમકાવ્યા પણ હતા. તે સમયે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ મને સપોર્ટ કર્યો નહોતો.'

અમિતાભની પ્રતિક્રિયા

અમિતાભની પ્રતિક્રિયા

આ મુદ્દે ચર્ચાઓનું બજાર ગરમ છે. આ વિશે જ્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કે જે ‘ઠગ્ઝ ઓફ હિંદોસ્તાં' ના ટ્રોલર લોન્ચ પર પહોંચ્યા હતા તેમને સવાલ કર્યો તો તેમણે ટાળવાની કોશિશ કરી. અમિતાભે કહ્યુ કે, ‘ના તો હું તનુશ્રી છુ અને ના તો નાના પાટેકર, તો આ વિશે પોતાની વાત કે અભિપ્રાય કહી શકુ, હું કેવી રીતે આ વિશે કોઈ જવાબ આપી શકુ છુ.'

આ પણ વાંચોઃ નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસોઆ પણ વાંચોઃ નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસો

મામલાની તપાસ થવી જોઈએઃ આમિર ખાન

મામલાની તપાસ થવી જોઈએઃ આમિર ખાન

અમિતાભ બાદ ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિંદોસ્તાં' ના બીજા હીરો અને હિંદી સિનેમાના મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાનને પણ આ જ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે જ્યાં સુધી કોઈ વાત સંપૂર્ણપણે ખબર ન હોય ત્યાં સુધી તેના પર કંઈ પણ કહેવુ યોગ્ય ન ગણાય. હું આના વિશે કંઈ ન કહી શકુ. પરંતુ જો આ સાચુ છે અને આવુ થયુ છે તો મામલાની તપાસ થવી જોઈએ.

યૌન શોષણ અહીંનું કાળુ સત્ય છેઃ તનુશ્રી

યૌન શોષણ અહીંનું કાળુ સત્ય છેઃ તનુશ્રી

તમને જણાવી દઈએ કે તનુશ્રીએ મી ટુ કેમ્પેઈન હેઠળ પોતાની વાત કહી છે. તેણે કહ્યુ છે કે બોલિવુડમાં કોઈ કેમ્પેઈન કામ નથી કરતુ, યૌન શોષણ અહીં એક સત્ય છે. આ કેમ્પેઈન હેઠળ છેલ્લા અમુક સમયમાં ઘણી જાણીતી હસ્તીઓ પોતાની સાથે યૌન શોષણનો ખુલાસો કરી ચૂકી છે. બોલિવુડની રાધિકા આપ્ટે, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર અન કોંકણા સેન શર્મા જેવી ઘણી અભિનેત્રીઓ પણ યૌન શોષણના સામનાની વાત કહી ચૂકી છે.

મહિલાઓના હકની વાત કરનારા મારા માટે ચૂપ કેમ હતા?

મહિલાઓના હકની વાત કરનારા મારા માટે ચૂપ કેમ હતા?

તનુશ્રીએ આગળ કહ્યુ હતુ કે મી ટુ જેવા કેમ્પેઈન ભારતમાં ત્યાં સુધી નહિ સ્વીકારાય જ્યાં સુધી લોકો પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટના વિશે કોઈ ઠોસ પગલાં નહિ લે. આજે એ જ લોકો વુમન એમ્પાવરની વાત કરી રહ્યા છે જે તે સમયે મારી સાથે થયેલી આ ઘટના પર ચૂપ રહી ગયા હતા. તેણે કહ્યુ કે આના કેમ્પેઈન બોલિવુડમાં કામ નથી કરતા.

‘આશિક બનાયા આપને'

‘આશિક બનાયા આપને'

તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ ફિલ્મ ‘આશિક બનાયા આપને' થી વર્ષ 2005 માં બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ ઉપરાંત પણ ઘણી ફિલ્મોમાં તેણે કામ કર્યુ છે. છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મોથી દૂર છે. તનુશ્રી વર્ષ 2010 માં અપાર્ટમેન્ટ ફિલ્મમાં જોવા મળી હતી. તનુશ્રી દત્તા અમેરિકા શિફ્ટ થઈ ચૂકી છે.

ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિંદોસ્તા' 8 નવેમ્બરે રિલીઝ થશે

ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિંદોસ્તા' 8 નવેમ્બરે રિલીઝ થશે

આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિંદોસ્તા' 8 નવેમ્બરે દિવાળીમાં રિલીઝ થશે. યશરાજ પ્રોડક્શનના બેનર બનેલી આ ફિલ્મને વિજય કૃષ્ણ આચાર્યએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ ઉપરાંત ફાતિમા સના શેખ, કેટરીના કૈફ અને લોયેડ ઓવેન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ સવા લાખના જૂતા પહેરીને ઈટલીથી મુંબઈ આવી જ્હાનવી કપૂર, ફેન્સે કહ્યા વાહિયાતઆ પણ વાંચોઃ સવા લાખના જૂતા પહેરીને ઈટલીથી મુંબઈ આવી જ્હાનવી કપૂર, ફેન્સે કહ્યા વાહિયાત

English summary
During the trailer launch of Thugs of Hindostan, Amitabh Bachchan spoke about the whole controversy around Tanushree Dutta and Nana Patekar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X