સુશાંત સિંહ રાજપૂતના બૉડીગાર્ડની ઈડી આજે કરશે પૂછપરછ, મોકલ્યા સમન
સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ બાદ હવે ઈડી સુશાંતના બૉડીગાર્ડની પૂછપરછ કરશે. ઈડીએ આજે સુશાંત સિંહના બૉડીગાર્ડને સમન મોકલ્યા છે. સુશાંતના ગાર્ડ તેમની ઘણી નજીક રહેતા હતા અને ઘણા વર્ષો સુધી તેમની સાથે રહ્યા હતા. આના કારણે ઈડીએ તેમની પણ પૂછપરછ કરવા માટે સમન મોકલ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે ઈડી સુશાંતના બૉડીગાર્ડને સુશાંતની નાણાકીય લેવડદેવડ અને કોઈ પણ પ્રકારની અનિયમિતતા વિશે પૂછપરછ કરશે.

બહેનની થઈ પૂછપરછ
આ પહેલા ઈડીએ સુશાંતની બહેન મીતુ સિંહની પણ પૂછપરછ કરી હતી. ઈડીએ મીતુ સિંહને રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે મની લોંડ્રીંગ કેસમાં પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહના પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને અન્ય સામે એફઆઈઆર નોંધાવી હતી જેમાં તેમણે આર્થિક અનિયમિતતા સહિત ઘણા આરોપ લગાવ્યા હતા. સુશાંતના પિતાની ફરિયાદ બાદ ઈડી આ કેસમાં આર્થિક અનિયમિતતાની તપાસ કરી રહી છે. સાથે ડજ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે કે જે સુશાંતના મોતની તપાસ કરી રહ્યા છે.

ઘણા લોકોની થઈ પૂછપરછ
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીની બે વાર પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની પણ ઈડીએ પૂછપરછ કરી હતી. શોવિકને ઈડીએ અત્યાર સુધી ત્રણ વાર પૂછપરછ માટે સમન કર્યા છે. મંગળવારે ઈડીએ સિદ્ધાર્થ પિઠાની, મીતુ સિંહ અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી. મહત્વની વાત એ છે કે સુશાંતના પરિવારે આ મામલે મુંબઈ પોલિસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે મુંબઈ પોલિસ આ કેસમાં બરાબર તપાસ નથી કરી રહી.

શરદ પવારે કર્યો મુંબઈ પોલિસનો બચાવ
વળી, એનસીપી પ્રમુખ શરદ પવારે મુંબઈ પોલિસનો બચાવ કર્યો છે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ, 'મે છેલ્લા 50 વર્ષોથી મહારાષ્ટ્ર અને મુંબઈ પોલિસને જોી છે અને મને તેમના પર ભરોસો છે. હું એના પર ટિપ્પણી નથી કરવા માંગતો કે બીજાએ તેમના પર શું આરોપ લગાવ્યા છે. જો કોઈને એવુ લાગતુ હોય કે સીબીઆઈ કે કોઈ અન્ય એજન્સી પાસે કેસની તપાસ કરાવવી જોઈએ તો હું એનો વિરોધ નહિ કરુ. શરદ પવારને જ્યારે પૂછવામાં આવ્યુ કે આ કેસમાં ઠાકરે પરિવારને બદનામ કરવાનુ ષડયંત્ર થઈ રહ્યુ છે શું? તો તેમણે કહ્યુ કે મને નથી ખબર કે આની પાછળનો ઉદ્દેશ્ય શું છે.'
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર, દીકરાએ ટ્વિટ કરીને આપીને માહિતી