• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : એક થી ડાયન રિવ્યૂ : તે નરકમાંથી આવી છે

|

મુંબઈ, 19 એપ્રિલ : બાળપણમાં આપે પણ પોતાના દાદા-દાદી કે નાના-નાની પાસે કેટલીક ચુડેલો કે ડાયનોની વાર્તાઓ સાંભળી હશે અને તે સાંભળ્યા બાદ અનેક રાતો જાગતા વિતાવી હશે અથવા આપના પરિવારમાં કોઇકે ડાયન કે ચુડેલ જોવાનો દાવો કર્યો હશે કે તેના પગ ઉંધા હોય છે, તેની મોટી-મોટી આંખો હોય છે, તે કોઈને પણ પોતાના વશમાં કરી લે છે, પરંતુ જો એવું પણ થયું હોય, તો કન્નન અય્યરની એક થી ડાયન ફિલ્મ જોયા બાદ આપની કેટલીક રાતો જાગતા વિતવાની નક્કી છે. ફિલ્મના દિગ્દર્શકે ગઝબનું સસ્પેંસ જાળવી રાખ્યું છે અને ફિલ્મના એક પણ સીનમાં આપને એવું નહીં લાગે કે ફિલ્મ ટ્રેક ઉપરથી ઉતરતી હોય. વાર્તા સાથે જ ફિલ્મના એક્ટર્સે પણ ગઝબની એક્ટિંગ કરી છે. કોંકણા સેન શર્માની તો આંખો જ આપના શરીરમાં ઝણઝણાટી પેદા કરી દેશે અને બીજી બાજુ કલ્કી કોચલીન તેમજ હુમા કુરૈશીની એક્ટિંગ આપને સીટ ઉપર જકડી રાખવા મજબૂર કરી દેશે.

વાર્તા : એક થી ડાયન ફિલ્મની વાર્તા એક જાદુગર બોબો (ઇમરાન હાશમી)ની આસપાસ ફરે છે. બોબોની એક ગર્લફ્રેન્ડ છે તામારા (હુમા કુરૈશી). બંને એક બાળકને દત્તક લેવા માંગે છે, પરંતુ તેના તેમને લગ્ન કરવા પડશે. તામારા તથા બોબો એક-બીજા સાથે ખૂબ ખુશ છે, પરંતુ અચાનક જ એક દિવસ સ્ટેજ ઉપર જાદુ બતાવતાં-બતાવતાં બોબોને કોઈનો અવાજ સંભળાતો નથી અને પોતાની બાળપણમાં મરી ગયેલી બહેનની તસવીર દેખાય છે. તે જાદુ ભુલી જાય છે અને તેના જાદુમાં તેનો સાથ આપતી સહાયક છોકરી બળી જાય છે. પછી બોબો સાયકોલૉજિસ્ટ પાસે જાય છે કે જે બાળપણથી બોબોની સારવાર કરતો હોય છે. સાયકોલૉજિસ્ટ બોબોને હિપ્નોટાઇઝ કરે છે અને તેને બાળપણમાં લઈ જાય છે. હિપ્નોટાઇઝ થયા બાદ બોબો પોતાની બાળપણની તે યાદને સાયકોલૉજિસ્ટ સાથે શૅર કરે છે કે જેમાં એક ડાયન તેની બહેનની બલિ આપી દે છે, જેથી તેને વધુ તાકાત મળી શકે અને બોબો તેની ચોટી કાપી તેને ખતમ કરી નાંખે છે, પરંતુ ડૉક્ટર ને લાગે છે કે બોબોની પ્રથમ માતા મર્યા બાદ જ્યારે બીજી સ્ત્રી તેના પિતાના જીવનમાં આવે છે, ત્યારે બોબો તેને અપનાવી નથી શકતો અને તેને ન અપનાવવાના બહાના શોધે છે. પછી ઘણાં એવા બનાવો બને છે કે જ્યારે પોતે ડૉક્ટરને પણ લાગે છે કે બોબો સાચુ બોલી રહ્યો છે અને સાચે જ તે ડાયન પરત આવી ગઈ છે.

કોંકણાનું જોરદાર કમબૅક

કોંકણાનું જોરદાર કમબૅક

કોંકણા સેન શર્માએ એક થી ડાયન ફિલ્મ દ્વારા બૉલીવુડમાં જોરદાર કમબૅક કર્યું છે. તેમની મોટી આંખો તેમજ લાંબી ચોટલી સાચે લોકોના મોઢેથી ચીસ પડાવી દે છે. દરેક સીનમાં કોંકણાએ જોરદાર એક્ટિંગ કરી છે કે લોકો સાચે બી જાય.

કલ્કીનું કામ ઓછું, પણ દમદાર

કલ્કીનું કામ ઓછું, પણ દમદાર

કલ્કી કોચલીને ફિલ્મમાં ખૂબ ઓછા સીન્સ કર્યાં છે, પરંતુ નાનકડા રોલમાં પણ તેમણે પ્રાણ ફૂંક્યા છે. જોકે ક્યાંક-ક્યાંક લાગે છે કે દિગ્દર્શકે કલ્કીના પાત્રનો સારી રીતે યૂઝ ક્યો નથી, પરંતુ કલ્કીએ લોકોને કન્ફ્યૂજ કરવામાં કોઈ કચાસ છોડી નથી.

હુમાએ બૅન્ડ વગાડી દીધું

હુમાએ બૅન્ડ વગાડી દીધું

હુમા કુરૈશીએ જ્યાં રોમાંસ કરવો હતો, ત્યાં તેઓ રોમાંટિક થઈ ગયાં અને જ્યાં ડરાવવાના સીન્સ કરવાના હતાં, ત્યાં સાચે જ તેમણે બૅન્ડ વગાડી દીધું. હુમાએ રુંઆટા ઊભા કરી નાંખ્યા. હુમા અને ઇમરાન હાશમી વચ્ચેના કિસિંગ સીન્સ પણ છે.

ઇમરાન તો હિટ છે

ઇમરાન તો હિટ છે

ઇમરાન હાશમી આવા પાત્રમાં ખૂબ ફિટ બેસતાં લાગે છે. તેમના એક્સપ્રેશન, તેમની ડાયલૉગ ડિલીવરી તેમજ સસ્પેંસ જાળવી રાખવાનો અંદાજ સાચે જ બેજોડ છે. ઇમરાન હાશમીએ હુમા અને કલ્કી સાથે જ મોટાભાગના સીન્સ કર્યાં છે. કોંકણા સાથે તેમના સીન્સ ઓછાં છે.

હુમા-કલ્કી વચ્ચે સારું ટ્યૂનિંગ

હુમા-કલ્કી વચ્ચે સારું ટ્યૂનિંગ

હુમા અને કલ્કીએ અનેક સીન સાથે કર્યાં છે. તેમની વચ્ચે સારું ટ્યૂનિંગ દેખાય છે. થોડાંક વખત સમાચાર આવ્યા હતાં કે હુમા સાથે અનુરાગ કશ્યપનું સારું ટ્યૂનિંગ જોઈ અનુરાગના પત્ની કલ્કીને માઠું લાગ્યુ હતું અને પછી અનુરાગે હુમા સાથે અંતર બનાવી લીધો હતો.

કેટલાંક ગીતો શ્રેષ્ઠ

કેટલાંક ગીતો શ્રેષ્ઠ

એક થી ડાયન ફિલ્મના બે ગીતો ખૂબ જ શ્રેષ્ઠ છે. એક તો યારમ... કલ્કી કોચલીન, હુમા કુરૈશી તથા ઇમરાન ઉપર ફિલ્માવાયું છે. ઉપરાંત દેતી કાલી કાલી આંખેં... આ બંને ગીતો લોકોને ગમી રહ્યાં છે. સરવાળે ફિલ્મ ખૂબ બિહામણી અને સસ્પેંસથી ભરપૂર છે.

English summary
Ek Thi Daayan movie, starring Emraan Hasmi, Huma Qureshi, Konkona Sen Sharma and Kalki Koechlin, is a supernatural musical entertaining romantic thriller with an electrifying jolt at the end. The movie revolves around the character Bobo (Emraan Hashmi), an India's leading magician.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more