For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Interview : મમ્મી-પપ્પામાં જ ‘શ્રદ્ધા’, પરિવારથી કપાઈ ગઈ’તી...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 જુલાઈ : શ્રદ્ધા કપૂર... બૉલીવુડમાં હવે આ નામ અજાણ્યુ નથી. આ નામને હવે કોઈ ઓળખની જરૂર નથી. એક સમયે બૉલીવુડના પ્રખ્યાત ખલનાયક શક્તિ કપૂરના પુત્રી તરીકેની ઓળખ ધરાવતા અને પહેલી જ ફિલ્મ તીન પત્તી તથા પછીની લવ કા ધ એન્ડ ફિલ્મ પણ ફ્લૉપ જતા શ્રદ્ધા કપૂર માટે બૉલીવુડના ચઢાણ કપરા થઈ પડ્યા હતાં, પરંતુ આજે તો શ્રદ્ધા કપૂર આશિકી 2 ગર્લ બની ચુક્યાં છે અને હાલ એક વિલન ફિલ્મની સફળતા ઉજવી રહ્યાં છે.

ફ્લૉપ ફિલ્મો સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા છતાં શ્રદ્ધા કપૂરને પોતાની ફિલ્મોની પસંદગી અંગે કોઈ અફસોસ નથી. આજે શ્રદ્ધા બૉલીવુડના સફળ અભિનેત્રીઓમાં સામેલ થઈ ચુક્યાં છે. શરુઆતી ફિલ્મો ફ્લૉપ થયા બાદ શ્રદ્ધા કપૂરને ભટ્ટ કૅમ્પની આશિકી ફિલ્મની સિક્વલ આશિકી 2એ માત્ર શાનદાર સફળતા જ નથી અપાવી, પણ નવી ઓળખ પણ અપાવી છે. આશિકી 2માં શ્રદ્ધાના હીરો આદિત્ય રૉય કપૂર હતાં, તો ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યુ હતું. તે જ મોહિત સુરીની વધુ એક ફિલ્મ એક વિલન દ્વારા શ્રદ્ધા કપૂર વધુ એક સફળતાની ઉજવણી કરી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ શ્રદ્ધા કપૂરનું Latest ઇંટરવ્યૂ :

ઉત્સાહિત અને ગભરાયેલી હતી

ઉત્સાહિત અને ગભરાયેલી હતી

શ્રદ્ધા કપૂરે જણાવ્યું - હું એક વિલન અંગે વધુ જ ઉત્સાહિત અને ગભરાયેલી હતી.

પ્રોમોઝને જોરદાર પ્રતિસાદ

પ્રોમોઝને જોરદાર પ્રતિસાદ

શ્રદ્ધાએ કહ્યું - એક વિલનના પ્રોમોઝ આવ્યા બાદ પ્રતિસાદ તો જોરદાર હતો.

ફરી સાબિત કરી

ફરી સાબિત કરી

આશિકી 2 ગર્લે કહ્યું - દિગ્દર્શક મોહિત સુરી અને મેં આશિકી 2 બાદ એક વિલન દ્વારા પોતાની જાતને ફરી વાર સાબિત કર્યાં.

બહુ સારૂ લાગી રહ્યુ છે

બહુ સારૂ લાગી રહ્યુ છે

એક વિલનની સફળતા સંબંધી પ્રશ્ને શ્રદ્ધાએ જણાવ્યું - બહુ સારૂ લાગી રહ્યું છે.

પરિવારથી કપાઈ ગઈ

પરિવારથી કપાઈ ગઈ

શ્રદ્ધાએ કહ્યું - અફસોસ માત્ર આ જ વાતનો છે કે આ દિવસો દરમિયાન હું પોતાના પરિવારથી બિલ્કુલ કપાઈ ગઈ છું. હું ઘરે માત્ર મમ્મી-પપ્પાને ભેંટવા જ આવ્યા કરતી હતી.

ફોન જ આસરો

ફોન જ આસરો

શ્રદ્ધાએ કહ્યું - વ્યસ્તતાના કારણે હું મમ્મી-પપ્પી સાથે માત્ર ફોન ઉપર જ વાત કરી શકતી હતી.

મમ્મી-પપ્પાને ગૌરવ છે

મમ્મી-પપ્પાને ગૌરવ છે

શ્રદ્ધાએ જણાવ્યું - જ્યારે પણ હું ઘરેથી બહાર જવા નિકળતી, મારા મમ્મી-પપ્પા ગળે લગાડી કહેતા કે તેમને મારી ઉપર ગૌરવ છે.

મમ્મી-પપ્પાનો બળ

મમ્મી-પપ્પાનો બળ

શ્રદ્ધા કપૂર કહે છે - મમ્મી-પપ્પાની આ જ વાતથી હું આખો-આખો દિવસ ઘરેથી બહાર રહી કામ કરી શકતી હતી.

હું ભાગ્યશાળી છું

હું ભાગ્યશાળી છું

શ્રદ્ધાએ જણાવ્યું - દરેક સંતાનની ઇચ્છા હોય છે કે તેના વાલીઓને તેની ઉપર ગર્વ હોય. જો હું આવુ કરી શકી છું, તો ભાગ્યશાળી છું.

મમ્મી-પપ્પાનુ સ્મિત

મમ્મી-પપ્પાનુ સ્મિત

શ્રદ્ધા કહે છે - મમ્મી-પપ્પાના એક સ્મિતથી જ મારો આખો દિવસ બની જાય છે.

આશિકી 2માં નાનો પરિવાર

આશિકી 2માં નાનો પરિવાર

શ્રદ્ધાને પૂછવામાં આવ્યું કે આશિકી 2ને જ તેમની પહેલી ફિલ્મ તરીકે ગણાય છે, ત્યારે શ્રદ્ધાએ કહ્યું - આશિકી 2માં અમે એક નાનો પરિવાર હતા કે જે પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હતાં.

એક શુક્રવારે બદલાઈ જિંદગી

એક શુક્રવારે બદલાઈ જિંદગી

શ્રદ્ધા કપૂરે જણાવ્યું - એક શુક્રવાદ બાદ અમારા સૌની જિંદગી બદલાઈ ગઈ.

English summary
In an interview, actress Shraddha Kapoor speaks about her journey, her films and future plans...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X