બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ એલી અવરામના બિકીની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
મુંબઈઃ બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ એલી અવરામ હાલમાં ઠંડીની સિઝનમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામથી પોતાની ધમાકેદાર બિકિની ફોટા પોસ્ટ કર્યા છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. એલી અવરામ માલદીવમાં વેકેશન મનાવી રહી છે અને બિકીની ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યુ. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાની થોડી વારમાં જ એલી અવરામના આ ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા. યુઝર્સે એક વાર ફરીથી એલી અવરામનો બોલ્ડ લુક જોવા મળ્યો છે. એલી આ પહેલા પણ પોતાના હૉટ ફોટા શેર કરી ચૂકી છે.
ફેન્સને એલી અવરામના જલવા સલમાન ખાનના રિયાલિટી શો બિગ બૉસ 7માં જોવા મળ્યા હતા. એલી અવરામ ઘણી ક્યુટ અને ચંચળ અભિનેત્રી છે. તેની સરળતા અને ક્યુટ સ્માઈલને આ શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. ખુદ સલમાન ખાન પણ એલી સાથે નોક ઝોક કરતા જોવા મળતા હતા. ત્યારબાદ એલી અવરામ ઘણા રિયાલિટી શોમાં જોવા મળી.

એલી અવરામે શેર કર્યો આ બિકીની ફોટો
એલીએ બીચ કિનારે આવો હૉટ પોઝ આપતો ફોટો શેર કર્યો. જેમાં તે પિંક બિકીની સાથે ફૂલ એન્જોય કરતી દેખાઈ રહી છે.

પૂલમાં ભોજન
આ ફોટો પણ ખુદ એલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે પૂલમાં ઘણા બધા પકવાન સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. આ ફોટામાં તે ખૂબ જ ક્યુટ લાગી રહી છે.

ગ્રીક-સ્વીડિશ અભિનેત્રી
એલી ગ્રીક-સ્વીડિશ અભિનેત્રી છે જે મુંબઈમાં રહે છે. તે ઘણા રિયાલિટી શોમાં અને ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તે ડાંસ પણ જબરદસ્ત કરે છે.

મિકી વાયરસથી ચર્ચામાં
એલી અવરામ લીડ રોલમાં મિકી વાયરસ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તે કિસ કિસ કો પ્યાર કરુમાં પણ દેખાઈ હતી.

આ રિયાલિટી શોમાં દેખાઈ એલી
બિગ બૉસ ઉપરાંત એલી ડાંસ શો ઝલક દિખલા જા 7, કૉમેડી નાઈટ્સ વિથ કપિલમાં પણ જોવા મળી ચૂકી છે.
3 વર્ષે યૌન શોષણ, બૉલિવુડમાં કાસ્ટીંગ કાઉચઃ ફાતિમા સના શેખ