• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇંગ્લિશ વિંગ્લિશને બૉક્સ ઑફિસે શાનદાર ઓપનિંગ મળી

|

મુંબઈ, 6 ઑક્ટોબર : આર. બાલ્કી અને ગૌરી શિંદેની ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મને શાનદાર ઓપનિંગ મળી છે. લોકોએ આ ફિલ્મ જોયાં બાદ તેના ખૂબ વખાણ કર્યાં છે અને જણાવ્યું છે કે ઘણાં દિવસો પછી કોઈ સારી ફિલ્મ જોવા મળી છે કે જે આપ સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકો છો. જોકે શ્રીદેવી ફિલ્મમાં થોડાંક આધેડ જેવાં દેખાય છે. આમ છતાં તેમના અભિનયે તેમની ઉંમરને માત આપી છે.

આપને જણાવી દઇએ કે ઇંગ્લિશ વિંગ્લિશ એક એવી સ્ત્રીની વાર્તા છે કે જેને અંગ્રેજી નથી આવડતું, પરંતુ તે પોતાની મહેનતના બળે પોતાના બાળકો માટે અંગ્રેજી શીખે છે.

આંતરિક સૂત્રોએ જણાવ્યું કે ઇંગ્લિશ વિંગ્લિશમાં શશિનું પાત્ર આર. બાલ્કીની માતા પર આધારિત છે. તેથી આ ફિલ્મમાં બાલ્કીનો લાગણીગત લગાવ છે. તેને પગલે તેમણે ગૌરી શિંદે સાથે મળી હૃદય સ્પર્શી જનાર ફિલ્મ બનાવી છે.

સમીક્ષકોની માનીએ તો લગભગ 15 વર્ષ બાદ મોટા પડદે કમબૅક કરનાર શ્રીદેવી માટે આનાથી વધું જોરદાર કમબૅક કોઈ ન હોઈ શકે. સરવાળે એમ કહી શકાય કે ફિલ્મ સારો બિઝનેસ કરશે.

English summary
English Vinglish had nice response on Box Office so it is good news for Sridevi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X