For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પુરુષોને સંતુષ્ટિ ન મળતા થાય છે રેપ : એશા દેઓલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર : ધર્મેન્દ્ર અને હેમા માલિનીના પુત્રી અભિનેત્રી એશા દેઓલે મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવયું કે મહિલાઓને યૌન અપરાધોમાંથી બચવવી હોય તો ભારતમાં ઠેક-ઠેકાણે ડાન્સ બાર ખોલવા જોઇએ કે જેવું થાઈલૅન્ડમાં કરાયું છે. એશાએ જણાવ્યું કે તેથી પુરુષોને સંતુષ્ટિ તો મળશે જ, સાથે મહિલાઓની સલામતી પણ નક્કી કરી શકાશે.

એશા દેઓલ ઓડિશી ડાન્સર છે કે જેઓ અહીં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતાં. પત્રકારો સાથે વાત કરતાં તેમણે દિલ્હી ગૅંગ રેપ તથા આરોપીઓની સજા અંગે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે અદાલતનો નિર્ણય આવકારદાયક છે. આ કેસમાં માત્ર ત્રણ વર્ષની સજા પામના અપુખ્ત આરોપીને પણ ફાંસી આપવી જોઇએ. એશાનું કહેવું છે કે મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાની સાથે થતી છેડછાડનો વિરોધ કરે.

બૉલીવુડ કૅરિયરમાં ઝાઝી સફળતાઓ ન મેળવી શકનાર એશા દેઓલ કહે છે કે તેઓ લગ્ન બાદ પણ ફિલ્મો કરવાનું બંધ નહીં કરે. હાલ તેઓ સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છે. તેમણે પોતાના માતા-પિતાની જેમ પોતે રાજકારણમાં આવતા હોવાનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે રાજકારણમાં આવવું તો દૂર, તેઓ કોઈ પક્ષનું પ્રચાર પણ નહીં કરે.

એશાના મહિલા સલામતી અંગે અપાયેલ નિવેદનની ટીકાઓ શરૂ થઈ ગઈ છે. થોડાક વખત તેમના માતા હેમા માલિનીએ પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. હેમા માલિનીએ જણાવ્યું હતું કે છોકરીઓએ પોતાની સલામતી માટે ઘરેથી એકલા બહાર ન નિકળવુ જોઇએ.

બૉલીવુડમાં નિષ્ફળ

બૉલીવુડમાં નિષ્ફળ

નએશા દેઓલ ફિલ્મ ધૂમ સાથે ચર્ચામાં આવ્યા હતાં. તેઓ બૉલીવુડમાં ઝાઝી સફળતા ન મેળવી શક્યાં.

ડાન્સ બાર્સ ખોલો

ડાન્સ બાર્સ ખોલો

એશાનું કહેવું છે કે રેપ રોકવા હોય તો થાઈલૅન્ડની જેમ ભારતમાં પણ ડાન્સ બાર્સ ખોલવા જોઇએ.

સંતુષ્ટ રહેશે પુરુષો

સંતુષ્ટ રહેશે પુરુષો

એશા કહે છે કે તેનાથી પુરુષોને સંતુષ્ટિ તો મળશે જ, સાથે મહિલાઓની સલામતી પણ સુનિશ્ચિત થશે.

ઓડિશી ડાન્સર એશા

ઓડિશી ડાન્સર એશા

એશા ઓડિશી ડાન્સર છે. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે દિલ્હી ગૅંગ રેપના ચુકાદા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

હેમાએ પણ કર્યુ હતું વિવાદાસ્પદ નિવેદન

હેમાએ પણ કર્યુ હતું વિવાદાસ્પદ નિવેદન

થોડાક વખત તેમના માતા હેમા માલિનીએ પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. હેમા માલિનીએ જણાવ્યું હતું કે છોકરીઓએ પોતાની સલામતી માટે ઘરેથી એકલા બહાર ન નિકળવુ જોઇએ.

English summary
Actress Esha Deol has given a controversial statement regarding crime against women. She admitted that dance bars can prevent all these incidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X