• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Challange : એશા સામે સન્નીને માત આપવાનો પડકાર!

|
Google Oneindia Gujarati News
અમદાવાદ, 22 ડિસેમ્બર : સન્ની લિયોન ગત વર્ષે એમટીવી સ્પ્લિટ્સવિલા 7 શોમાં પોતાની ક્યૂટનેસ અને પોતાની હૉટનેસ દ્વારા દર્શકોને ખૂબ જ આકર્ષિત કરવામાં સફળ રહ્યા હતાં. સન્ની લિયોનના પગલે જ આ શોની ટીઆરપી પણ ખૂબ જ ઉંચી રહી હતી અને કદાચ આ જ કારણ છે કે આ વર્ષે એમટીવી રોડીઝ માટે પણ કોઇક હૉટ અભિનેત્રીની શોધ શરૂ કરવામાં આવી હતી. આ શોધ પૂરી થઈ એશા દેઓલ ઉપર આવીને અને એશાની રોડીઝ 2015 માટે પસંદગી પણ કરી લેવામાં આવી.
nikhil-sunny-00

એશાએ એમટીવી રોડીઝ માટેનું શૂટિંગ પણ શરૂ કરી દીધી છે અને તેમની આ નવી શરુઆતથી તેમના માતા એટલે કે હેમા માલિની બેહદ ખુશખુશાલ થઈ ગયા છે. હેમાએ એશાની કેટલીક તસવીરો પણ શૅર કરી છે અને લખ્યું છે કે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે પોતાની દીકરી એશાને નાના પડદે જોવા માટે.

હેમા માલિનીના આ ટ્વીટ પર તેમના અનેક ફૅન્સે કૉમેંટ્સ કરી છે અને તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યાં છે. સૌએ આશા સેવી છે કે એશાની આ ઇનિંગ ખૂબ જ સફળ રહેશે અને લોકોને તેઓ પસંદ કરશે.

English summary
Esha Deol will be seen hosting Roadies 12th season. Earlier Sunny Leone co-hosted Splitsvilla 7 and it was huge it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X