
ઈશા ગુપ્તાએ પાર કરી બધી હદો, બ્રાલેસ ફોટો બાદ બાથરુમ વીડિયો કર્યો પોસ્ટ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાની ફિલ્મો આવે કે ના આવે, તે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. થોડા દિવસો પહેલા તેનો એક ફોટો ચર્ચામાં હતો જ્યારે તે બ્રાલેસ થઈે રેસિંગ ઈવેન્ટમાં પહોંચી હતી. તેના આ ફોટાને ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો. જો કે ઘણા ટીકાકારોએ તેને ટ્રોલ કરવાની કોશિશ કરી. વળી, હવે બોલ્ડનેસની બધી હદો પાર કરીને ઈશાએ બાથરુમ વીડિયો શેર કર્યો છે.(વીડિયો છે નીચે)

બિકિનીમાં જોવા મળી ઈશા
ઈન્સ્ટાગ્રામ પર ઈશાએ એક રીલ પોસ્ટ કરી છે જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં ડોજા કેટનુ ફેમસ ગીત એપ એન્ડ ડાઉન વાગી રહ્યુ છે. આ સાથે તેણે કોઈ કેપ્શન લખ્યુ નથી. તેના ફેન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે જેના કારણે તે એક દિવસાં 28 લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે. જ્યારે 4 લાખ લોકોએ તેને લાઈક કર્યો. વળી, મોટી સંખ્યામાં ફિલ્મ જગતની હસ્તીઓએ પણ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી.

અમુક લોકોએ કરી ભદ્દી કમેન્ટ
ઈશાના એક ફેને મજાકિયા અંદાજમાં લખ્યુ કે આ બધો જિમનો કમાલ છે બાબૂ ભૈયા.. જ્યારે બીજા યુઝરે લખ્યુ કે ઈશા ગુપ્તા જેવુ કોઈ નહિ... આનો કૉન્ફીડન્સ તો લાજવાબ છે. જો કે, અમુક યુઝર એવા પણ હતા જેમણે વીડિયો પર ભદ્દી કમેન્ટ કરી પરંતુ ઈશાએ તેમને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ફૉર્મ્યુલા વન રેસિંગનો વીડિયો વાયરલ
ઈશા ગુપ્તા ભલે ફિલ્મોમાં એટલી એક્ટિવ ના હોય પરંતુ પોતાની ફેશન સેન્સથી તે સતત ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. થોડા દિવસો પહેલા તેણે ઈન્ટરનેટ પર ફોટો શેર કર્યો હતો જેમાં તે ફોર્મ્યુલા વન રેસિંગ જોઈ રહી હતી. આ દરમિયાન તેણે બ્રાઉન કોટની નીચે અંડરગાર્મેન્ટ નહોતા પહેર્યા. જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી.

રિહાના સાથે તુલના
બ્રાલેસ ફોટો જોઈને ઘણા લોકોએ તેની સરખામણી સિંગિંગ સેંસેશન રિહાના સાથે પણ કરી દીધી. એક યુઝરે લખ્યુ કે આજે દીદી રિહાના બની છે. તે એક ફેને લખ્યુ, 'તમે બહુ સુંદર લાગી રહ્યા છો.' વળી, એક યુઝરે ટ્રોલ કરીને પૂછ્યુ, 'તમારી બ્રા ક્યાં છે?' વળી, એક અન્ય યુઝરે લખ્યુ, 'બ્રા પહેરવાનુ ભૂલી ગયા કે શું?'

આ ફિલ્મોમાં જોવા મળી છે ઈશા
તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ 2021માં ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'જન્નત 2' થી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે 'ચક્રવ્યૂહ', 'હમશકલ', 'રાઝ 3ડી', ક્રાઈમ ડ્રામા 'રુસ્તમ'માં જોવા મળી. જો કે હવે તે ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 60 લાખ ફોલોઅર્સ છે.