India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક બદનામ આશ્રમની સફળતા બાદ બિકીનીમાં આરામ ફરમાવતી દેખાઈ ઈશા ગુપ્તા, વાયરલ થઈ રહ્યા છે ફોટા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ જન્નત 2 ફેમ ઈશા ગુપ્તા આજકાલ Mx Playerની વેબ સીરિઝ એક બદનામ આશ્રમમાં દેખાઈ રહી છે. પ્રકાશ ઝાની આ વેબ સીરિઝની નવી સિઝનમાં ઈશા દેઓલનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે અને તે બૉબી દેઓલના રોલ બાબા નિરાલા સાથે ઘણા બોલ્ડ સીન કરતી દેખાય છે. હવે આશ્રમની સફળતા બાદ ઈશા ગુપ્તા બિકીનીમાં આરમ ફરમાવતી દેખાઈ. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વાદળી રંગની બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટા સાથે ઈશાએ લખ્યુ - દિવસમાં સપના જોઈ રહી છુ.

કેમેરા સામે ખૂબ જ કમ્ફર્ટેબલ છે

કેમેરા સામે ખૂબ જ કમ્ફર્ટેબલ છે

નોંધનીય છે કે ઈશા ગુપ્તાએ આશ્રમમાં તેના બોલ્ડ સીન વિશે વાત કરતી વખતે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે માત્ર એક્ટિંગ છે અને આ રીતે દરેક સીન ગમે તેટલો મુશ્કેલ હોય કે સરળ હોય. તે કેમેરા સામે ખૂબ જ કમ્ફર્ટેબલ છે અને તેથી તે દરેક સીનમાં સખત મહેનત કરે છે. આશ્રમમાં પણ બોલ્ડ સીન કરવામાં તે અસ્વસ્થતા અનુભવતી ન હતી.

નક્કી કરી લીધા છે સુંદરતાના માપદંડો

નક્કી કરી લીધા છે સુંદરતાના માપદંડો

ઈશા ગુપ્તા ઘણીવાર ઇન્ડસ્ટ્રીના ઘણા મુદ્દાઓ પર વાત કરતી જોવા મળે છે. જેમાંથી એક અભિનેત્રી કેવી હોવી જોઈએ એ છે. ઈશા કહે છે કે આપણે માની લીધુ છે કે હીરોઈનનો રંગ આવો હોવો જોઈએ અને ફિગર આવુ હોવુ જોઈએ. સુંદરતા માટે આપણેે માપદંડો નિશ્ચિત કરી રાખ્યા છે.

ઈન્ડસ્ટ્રીમાં રંગભેદ પર વાત

ઈન્ડસ્ટ્રીમાં રંગભેદ પર વાત

ઈશા ગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીમાં રંગભેદ વિશે વાત કરતી વખતે આપણને શ્યામ રંગની હીરોઈન કે જેમનો રંગ કાળો, બ્રાઉન, ડાર્ક હોય તેમને સેક્સી કહેવામાં લાંબો સમય લાગતો નથી પરંતુ તેમને કોઈ ક્યારેય સુંદર નથી કહેતુ કે લખતુ નથી.

બૉડી પૉઝિટિવિટી

બૉડી પૉઝિટિવિટી

ઘણા ઈન્ટરવ્યુમાં ફિગર વિશે વાત કરતા ઈશા ગુપ્તાએ કહ્યુ છે કે આપણે આ ઈન્ડસ્ટ્રીમાં ફિગરનો અર્થ પાતળા હોવાનો લીધો છે. આ જ કારણ છે કે હીરોઈનોના વધારે વજન પર તેમને ઘણુ બધુ સંભળાવવામાં આવે છે.

સ્વસ્થ આદતો પર વાત

સ્વસ્થ આદતો પર વાત

ઈશા ગુપ્તા ખૂબ જ ફિટ છે અને તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા તે પોતાની ફિટનેસ દ્વારા લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. જો કે, ઈશા બૉડી પૉઝિટિવિટિનો અર્થ સ્વસ્થ ન હોવાનુ નથી માનતી. તેઓ કહે છે કે જો તમે મેદસ્વી છો, તમારી જીવનશૈલીને કારણે, કસરત ન કરી શકતા હોવાને કારણે, ખાવાની ખોટી આદતોને કારણે, તો તમારે તેમાં સુધારો કરવો જોઈએ.

ફોટાના કારણે રહે છે ચર્ચામાં

ફોટાના કારણે રહે છે ચર્ચામાં

ઈશા ગુપ્તા માને છે કે દરેક વ્યક્તિએ સારુ જીવન જીવવુ જોઈએ અને સ્વસ્થ રહેવુ એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. ઈશા તેની ફિલ્મો કરતાં વધુ તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

ટ્રોલ થતી રહે છે ઈશા

ટ્રોલ થતી રહે છે ઈશા

ઈશા ગુપ્તાએ પણ પોતાની બોલ્ડનેસને લઈને સોશિયલ મીડિયા પર ઘણી નકારાત્મક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે. આ પછી પણ તેણે ટ્રોલરને જવાબ આપતા હોટ તસવીરો શેર કરી છે. ઈશા એક અભિનેત્રી હોવાની સાથે એક સફળ મોડલ પણ છે. જેના કારણે તે ન્યૂડ અને ટોપલેસ ફોટોશૂટ કરાવતી રહે છે.

ખૂબ જ સફળ મૉડલ છે ઈશા ગુપ્તા

ખૂબ જ સફળ મૉડલ છે ઈશા ગુપ્તા

ઈશાએ મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી માસ કોમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો અને આ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. વર્ષ 2007માં ઈશા ગુપ્તા ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં વિજેતા બની ન હતી પરંતુ મિસ ફોટોજેનિકનો ખિતાબ મળ્યો હતો.

જન્નત 2થી કર્યુ હતુ ડેબ્યુ

જન્નત 2થી કર્યુ હતુ ડેબ્યુ

2010માં ઈશા બિઝનેસમેન વિજય માલ્યાની કિંગફિશર કેલેન્ડરમાં જોવા મળી હતી. આ પછી ડિરેક્ટર વિશેષ ફિલ્મ્સે ઈશાને તેની આગામી ફિલ્મ સાઈન કરવા માટે બોલાવી. ઈશા ગુપ્તાએ 2012માં આવેલી ફિલ્મ જન્નત 2માં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મનુ નિર્માણ મુકેશ ભટ્ટ અને અભિનેતા ઈમરાન હાશ્મી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ખૂબ જ સુંદર ફોટા શેર કરે છે ઈશા

ખૂબ જ સુંદર ફોટા શેર કરે છે ઈશા

ઈશા ગુપ્તાને કમાન્ડો-2, રૂસ્તમ, રાઝ-3, બાદશાહો, હમશકલ્સ અને ગોરી તેરે પ્યાર મેં જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. ઈશા પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. પરંતુ આ માટે તેને ટ્રોલર્સનો શિકાર બનવુ પડે છે.

કૉન્ટ્રોવર્સીમાં રહે છે ઈશા ગુપ્તા

કૉન્ટ્રોવર્સીમાં રહે છે ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા તેના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી ચૂકી છે પરંતુ તેમ છતાં ઈશા હંમેશા ચર્ચામાં રહે છે. આજકાલ વેબ સીરીઝ 'એક બદનામ આશ્રમ સીઝન 3'માં તેના પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે.

English summary
Esha Gupta break the internet with her bikini pics after the success of web series Ek badnaam Aashram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X