ઈશા ગુપ્તાએ બ્રાલેસ થઈને લીધી મિરર સેલ્ફી, બેડ પર સૂકવ્યા હતા અંડર ગાર્મેન્ટ્સ, અરીસામાં એ પણ દેખાયા
મુંબઈઃ અભિનેત્રી અને મૉડલ ઈશા ગુપ્તા ઘણી વાર પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટાને યુઝર્સ ખૂબ જ પસંદ કરે છે. ઈશાએ એક વાર ફરીથી પોતાનો ખાસ ફોટો શેર કર્યો છે જેણે ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. ઈશાએ આ વખતે પોતાની એક મિરર સેલ્ફી ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે જેમાં તે બ્રાલેસ છે. તેનો આ ફોટો શેર કરતા જ વાયરલ થઈ ગયો છે.

માત્ર શર્ટમાં ઈશા ગુપ્તા
ઈશાએ પોતાનો જે ફોટો શેર કર્યો છે તેમાં એમાં એણે શર્ટ પહેર્યો છે. તેના શર્ટના બટન ખુલ્લા છે અને નીચે તેણે કંઈ પહેર્યુ નથી. ઈશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૂટ ડે કેપ્શન સાથે આ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ઈશાની પાછળ તેનો બેડ પણ દેખાઈ રહ્યો છે જેના પર ઘણા અંડર ગાર્મેન્ટ્સ સૂકાતા દેખાઈ રહ્યા છે. એ પણ યુઝર્સનુ ધ્યાન ખેંચી રહ્યા છે. એવામાં ઘણા લોકોએ આ ફોટા પર કમેન્ટ કરી છે.

યુઝર્સને ગમી રહ્યા છે ફોટા
ઈશા ગુપ્તાની આ ફોટા પર લાખો લાઈક આવી ચૂકી છે અને હજારો લોકો કમેન્ટ કરી ચૂક્યા છે. આ કોઈ પહેલી વાર નથી જ્યારે ઈશાએ બ્રાલેસ ફોટો શેર કર્યો છે. તે પહેલા પણ ઘણી વાર આવુ કરતી રહી છે. ઈશા ગુપ્તાની ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા પણ જબરદસ્ત છે. તેના ઈન્સ્ટા પર 7.4 મિલિયન ફૉલોઅર્સ છે.

ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા દસ વર્ષ
હિંદી સિનેમામાં અભિનેત્રી તરીકે ઈશા ગુપ્તાએ 10 વર્ષ પૂરા કર્યા છે. 4 મેના રોજ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કરવા પર ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ખાસ વીડિયો પણ શેર કર્યો. જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનાર ઈશા ગુપ્તા રાઝ-3, બાદશાહોમાં સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. ઈશા ટૂંક સમયમાં 'આશ્રમ'ની નવી સિઝનમાં જોવા મળશે. આ ઉપરાંત તે 'અદ્રશ્ય મહિલા' નામની એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

ઈશા ગુપ્તાનો બૉયફ્રેન્ડ
બોલ્ડનેસ ઉપરાંત ઈશા ગુપ્તા પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. તે છેલ્લા ઘણા સમયથી મેન્યુઅલ કેમ્પોસ ગ્વાલરને ડેટ કરી રહી છે. તેણે પોતાના સંબંધોને કોઈથી છૂપાવ્યા નથી. ઈશા અવારનવાર તેના બોયફ્રેન્ડ સાથેના ફોટા શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.