શ્યામ રંગના કારણે ફિલ્મોમાં થતો ભેદભાવ, આખી બૉડી પર કરવામાં આવતો હતો મેકઅપઃ ઈશા ગુપ્તા
મુંબઈઃ ઈશા ગુપ્તા મૉડલ અને અભિનેત્રી તરીકે પોતાની એક ઓળખ બનાવી ચૂકી છે. તે લાંબા સમયથી બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ઈશા ભલે પોતાની ફિટનેસ અને ફિગરને લઈને ચર્ચામાં રહેતી હોય પરંતુ પોતાના રંગના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તેના શ્યામ રંગના કારણે આખી બૉડી પર તેને મેકઅપ કરવો પડતો હતો.

પોતાના લુકના કારણે ટાઈપકાસ્ટ થવુ પડ્યુ
બૉલિવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશા ગુપ્તાએ પોતાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનુભવને શેર કરીને જણાવ્યુ કે ઘણી વાર તેને પોતાના લુકના કારણે ટાઈપકાસ્ટ થવુ પડ્યુ છે. તેને ગોરા દેખાવાની સલાહ આપવામાં આવતી હતી. અહીં સુધી કે તેની આખી બૉડીનો મેકઅપ પણ કરવામાં આવતો હતો. મેકઅપ આર્ટિસ્ટ તેના ડાર્ક રંગને છૂપાવવાની કોશિશ કરતા હતા.

ગોરો મેકઅપ કરવાનુ કહેવામાં આવતુ
ઈશાએ કહ્યુ કે જ્યારે મે ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી તો ઘણા એવા એક્ટર હતા જેની સાથે મે કામ નહોતુ કર્યુ. તે મને મળી કહેતા કે તુ પોતાનો મેકઅપ થોડો કાળો કરે છે, ગોરો કર. મને આ સાંભળીને લાગતુ હતુ કે આ શું છે? ઈશા ગુપ્તાએ આગળ કહ્યુ કે ઘણા મેકઅપ આર્ટિસ્ટ એવા હતા જે મને ગોરી દેખાડવાની કોશિશ કરતા હદતા. આના માટે તે મારા આખા શરીરનો મેકઅપ કરતા હતા.

જન્નત 2થી કર્યુ ડેબ્યુ
ઈશા ગુપ્તાએ પોતાના બૉલિવુડ ડેબ્યુ જન્નત 2 સાથે કર્યુ હતુ. જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનારી ઈશા ગુપ્તાને બેસ્ટ ડેબ્યુનુ નૉમિનેશન મળ્યુ હતુ. ત્યારબાદ રાઝ 3ડી અને બાદશાહોમાં ઈશા ગુપ્તા જોવા મળી. તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા દિલ્લીની રહેવાસી છે. તેની બહેન નેહા ગુપ્તા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

મૉડલ તરીકે પણ બનાવી ઓળખ
ઈશા ગુપ્તા ફિલ્મોમાં પગ મૂકતા પહેલા એક સફળ મૉડલ રહી ચૂકી છે. ફિલ્મોમાં આવતા પહેલા 2007માં ઈશા ગુપ્તા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતી ચૂકી છે. 2010માં તે કિંગફિશર કેલેન્ડરનો પણ હિસ્સો રહી. 2007માં મિસ ઈન્ડિયામાં ભાગ લેવા દરમિયાન ઈશા ગુપ્તાએ મિસ ઈન્ટરનેશનલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તેને મિસ ઈન્ડિયામાં મિસ ફોટોજેનિકનો પણ ખિતાબ આપવામાં આવ્યો હતો.