For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયા પર ઈશા ગુપ્તાએ કર્યું ટવિટ, માનવતા મરી રહી છે

સીરિયામાં ચાલી રહેલા ગ્રહયુદ્ધ ને લઈને આખી દુનિયા પરેશાન છે. બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ સીરિયામાં ચાલી રહેલા ગ્રહયુદ્ધ ને લઈને ચિંતા દર્શાવતું ટવિટ કર્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સીરિયામાં ચાલી રહેલા ગ્રહયુદ્ધ ને લઈને આખી દુનિયા પરેશાન છે. બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ સીરિયામાં ચાલી રહેલા ગ્રહયુદ્ધ ને લઈને ચિંતા દર્શાવતું ટવિટ કર્યું છે. ઈશા ગુપ્તા એ લખ્યું કે માનવતા મરી રહી છે, તેને જલ્દી બચાવવી પડશે. સીરિયામાં ગ્રહયુદ્ધ ની હાલત ઘણી ખરાબ બની ચુકી છે.

syria

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પોતાનું દર્દ વ્યકત કર્યું છે. ઈશા ગુપ્તાએ ટ્વિટ્ટર પર લખ્યું કે "મને ફરક નથી પડતો કે મારો દેશ કયો છે, કયો ધર્મ અને સરકાર છે, માનવતા મરી રહી છે, બાળકો મરી રહ્યા છે જે બંધ થવું જોઈએ". બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ સીરિયા પર ચિંતા દર્શાવતું ટવિટ કર્યું હતું. પરંતુ કેટલાક લોકોએ તેમના ટવિટ પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ઈશા ગુપ્તાના કેટલાક ફેન્સે તેમનો સપોર્ટ કર્યો. જયારે કેટલાક યુઝરે તેમને સલાહ આપવાની ચાલુ કરી કે તેઓ પોતાના દેશ માટે આવું કંઈક કેમ નથી લખતી.

esha gupta

સીરિયાના પૂર્વી ઘોટામાં અસદની સેનાએ છેલ્લા એક અઠવાડિયામાં નરસંહાર મચાવ્યો છે. પૂર્વી ઘોટામાં થઇ રહેલી બોમ્બબારીમાં અત્યાર સુધી 550 કરતા પણ વધારે લોકોની મૌત થઇ ચુકી છે. જેમાં બાળકોની સંખ્યા વધારે છે.

English summary
Esha Gupta tweets on syria crisis says humanity is dying children are dying and it needs to stop.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X