• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણીતા અભિનેતા મોહન જોશી વેક્સીનના બંને ડોઝ લીધા પછી કોરોના પૉઝિટીવ

|

મુંબઈઃ હાલમાં આખો દેશ જ્યાં કોરોના સંક્રમણ સામે લડી રહ્યો છે ત્યાં બીજો ડર છે વેક્સીન વિશે. લોકોને ભલે કોરોના વેક્સીન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યો હોય પરંતુ એવા ઘણા લોકો છે જે વેક્સીનનો ડોઝ લીધા પછી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જાણીતા અભિનેતા મોહન જોશી પણ વેક્સીનના બંને ડોઝ લીધા પછી હવે કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. મોહન જોશી ગોવામાં પોતાની મરાટી સીરિયલનુ શૂટિંગ કરી રહ્યા હતા જ્યાં તેમને આ સંક્રમણ થયુ. હાલમાં તેઓ ગોવાની એક હોટલમાં ક્વૉરંટાઈન છે. 75 વર્ષીય અભિનેતાએ પોતાના તબિયત વિશે માહિતી આપી.

બીજા ચાર ક્રૂ મેમ્બર પણ આવ્યા પૉઝિટીવ

બીજા ચાર ક્રૂ મેમ્બર પણ આવ્યા પૉઝિટીવ

એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં મોહન જોશીએ જણાવ્યુ કે તેમણે 6 માર્ચના રોજ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારબાદ 20 એપ્રિલે બીજો ડોઝ લીધો. ત્યારબાદ તેઓ પોતાની સીરિયલ અગાબાઈ સુનબાઈનુ શૂટિંગ કરવા માટે ગોવા જતા રહ્યા હતા. તેમની સીરિયમાંથી માત્ર તે જ નહિ પરંતુ બીજા ચાર ક્રૂ મેમ્બર પણ પૉઝિટીવ આવ્યા છે. બાકીના એક્ટર્સ અને ક્રૂના રિપોર્ટ આવવાના બાકી છે.

હિંદી સીરિયલમાં પણ સક્રિય, મળી ચૂક્યો છે નેશનલ અવૉર્ડ

હિંદી સીરિયલમાં પણ સક્રિય, મળી ચૂક્યો છે નેશનલ અવૉર્ડ

ઉલ્લેખનીય છે કે મોહન જોશી હિંદી સીરિયલમાં પણ સક્રિય છે. વર્ષ 2020માં તેઓ સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ દાદી અમ્મા, દાદી અમ્મા માન જાઓમાં સીમા બિશ્વાસ સાથે દેખાયા હતા. સીરિયલ લોકોને ખૂબ ગમી હતી. મોહન જોશીને ઘરબાહેર નામની પોતાની મરાઠી ફિલ્મ માટે નેશનલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. વળી, હિંદી ફિલ્મોમાં ગર્વ, ગંગાજલ, હોગી પ્યાર કી જીત જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા માટે જાણીતા છે.

વૃદ્ધ માતાને બેરહેમીથી માર મારી રહેલા પુત્રનો વીડિયો વાયરલવૃદ્ધ માતાને બેરહેમીથી માર મારી રહેલા પુત્રનો વીડિયો વાયરલ

હિંદી ફિલ્મોથી દૂર, મરાઠી ફિલ્મોમાં સક્રિય

હિંદી ફિલ્મોથી દૂર, મરાઠી ફિલ્મોમાં સક્રિય

જો કે મોહન જોશી હિંદી ફિલ્મોનો જાણીતો ચહેરો છે પરંતુ હાલમાં તેઓ હિંદી ફિલ્મોથી દૂર છે. જો કે તેઓ મરાઠી ફિલ્મો અને સીરિયલોમાં ઘણા સક્રિય છે. આ ઉપરાંત તેઓ ઘણી ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોનો પણ હિસ્સો રહ્યા છે.

ગોવા બન્યુ હૉટસ્પૉટ

ગોવા બન્યુ હૉટસ્પૉટ

તમને જણાવી દઈએ કે જેવુ મુંબઈમાં લૉકડાઉન લાગ્યુ બધી સીરિયલ અને ફિલ્મોના યુનિટ ફટાફટ પોતાનો સામાન પેક કરીને ગોવા પહોંચી ગયા. થોડા દિવસમાં ગોવા સંક્રમણનુ કેન્દ્ર બનવા લાગ્યુ અને ગોવા સરકારે તરત જ ત્યાં શૂટિંગ રોકવાનો આદેશ આપવો પડ્યો.

English summary
Famous bollywood actor Maohan Joshi tests corona positive after both vaccination dose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X