For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મશહૂર સંગીતકાર બપ્પી લહેરી કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

મશહૂર સંગીતકાર બપ્પી લહેરી કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

|
Google Oneindia Gujarati News

મશહૂર સંગીતકાર બપ્પી લહેરી કોરોના સંક્રમિત થઈ ગયા છે, જે બાદ તેમને દક્ષિણ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતાં તેમની દીકરી રીમા લહેરીએ કહ્યું કે ઘણી સાવધાની અને સચેત રહ્યા બાદ પણ બપ્પી લહેરી કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેમની ઉંમરને જોતાં સાવચેતીના ભાગ રૂપે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. લોકોને હું અપીલ કરું છું કે જે લોકો પણ હાલના દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે.

bappi laheri

સાથે જ તેમણે કહ્યું કે બપ્પી લહેરીમાં કોરોના વાયરસના માઈલ્ડ લક્ષણ છે, તેમને કેન્ડી હોસ્પિટલમાં ડૉક્ટર ઉદવાડિયાની દેખરેખમાં રાખવામાં આવ્યા છે, અમને ઉમ્મીદ છે કે તેઓ બહુ જલદી સાજા થઈ ઘરે પરત ફરશે, તમારા બધાનો પ્રેમ અને દુવાઓ માટે દિલથી આભાર.

bappi laheri

જણાવી દઈએ કે મશહૂર સંગીતકાર બપ્પી લહેરીને લોકો જિંદાદિલ માણસ કહે છે. તેમનું અસલી નામ અલોકેશ લહેરી છે. 68 વર્ષીય બપ્પી હિન્દી-બાંગ્લા સિનેમાના આઈકોન છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં જ 1971માં કોલકાતામાં મુંબઈ આવેલા બપ્પી લહેરી પોતાના ગોલ્ડ પ્રેમ માટે પણ ઓળખાય છે. તેમણે 'ચલતે ચલતે', 'જખ્મી', 'શરાબી', 'નમક હલાલ', 'ડાંસ ડાંસ', 'ડિસ્કો ડાંસર', 'થાનેદાર', 'આંખેં' અને 'ધી ડર્ટી પિક્ચર' જેવાં સુપરહીટ ગીત આપ્યાં છે.

bappi laheri

હિન્દી અને બાંગ્લા ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત તેમણે કેટલાય ગીત પણ ગાયાં છે. વર્ષ 2014માં બપ્પી દાએ ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળની શ્રીરામપુરથી લોકસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ તેઓ સફળ નહોતા થઈ શક્યા.

લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ

English summary
Famous musician Buppi Lahiri Korona infected, hospitalized
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X