બૉલીવુડ પર છવાયું ‘ફરાહબિયા’, અભિષેક મોજા ઉતારી નાચશે!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 9 જાન્યુઆરી : બૉલીવુડ ઉપર ગુરુવારે ફરાહબિયા છવાઈ ગયું. સામાન્ય રીતે લોકો ઉપર અમુક વસ્તુ કે બાબતનું ફોબિયા છવાય છે, પરંતુ બૉલીવુડ ઉપર ગુરુવારે ફરાહબિયા છવાયું...

વિચારમાં પડી ગયા ને કે આ ફરાહબિયા શું છે અને તે કેમ બૉલીવુડ ઉપર છવાયું છે. ચાલો, અમે ખુલાસો કરી જ દઇએ કે આ ફરાહબિયા શું છે. ફરાહબિયા એટલે ફરાહ ફીવર. હજીય ન સમજ્યાં? અરે ભાઈ, આજે બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને ડાન્સ ડાયરેક્ટર ફરાહ ખાનનો દિવસ છે... દિવસ એટલે જન્મ દિવસ છે. ફરાહ ખાન આજે 49 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં સવારથી જ ટ્વિટર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના જન્મ દિવસે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં કામ કરી રહેલા અભિષેક બચ્ચન એટલા બધા ખુશ છે કે તેમણે અહીં સુધી કહી નાંખ્યું કે તેઓ ફરાહ માટે પોતાના મોજા ઉતારી નાચશે.

 

આવો તસવીરો સાથે જોઇએ બૉલીવુડની કઈ હસ્તીઓએ કેવી શુભેચ્છાઓ પાઠવી ફરાહ ખાનને :

હૅપ્પી બર્થ ડે ફરાહ
  

હૅપ્પી બર્થ ડે ફરાહ

આજે બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને ડાન્સ ડાયરેક્ટર ફરાહ ખાનનો દિવસ છે... દિવસ એટલે જન્મ દિવસ છે. ફરાહ ખાન આજે 49 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં સવારથી જ ટ્વિટર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

એક વર્ષ મોટા થયાં ફરાહ
  

એક વર્ષ મોટા થયાં ફરાહ

ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરે ટ્વીટ કર્યું - આજે ફરાહનો જન્મ દિવસ છે. અફવાઓથી ઉંધુ તેઓ માત્ર એક વર્ષ મોટા થયાં છે.

યાદો યાદ રાખવી મુશ્કેલ
  
 

યાદો યાદ રાખવી મુશ્કેલ

કરણ જૌહરે ટ્વીટ કર્યું - જન્મ દિવસની શુભેચ્છા ફરાહ ખાન. અમારી સાથે એટલી બધી યાદો છે કે અમે તે યાદોને યાદ નથી રાખી શકતાં.

પરિવાર સાથે શ્રેષ્ઠ જન્મ દિવસ
  

પરિવાર સાથે શ્રેષ્ઠ જન્મ દિવસ

ફરહાન અખ્તર ટ્વીટ કરે છે - જન્મદિવસે પરિવાર સાથે રહેવા કરતા વધુ શ્રેષ્ઠ કંઈ નથી. જન્મ દિવસની મુબારકબાદી.

મોજા ઉતારી નાચીશ
  

મોજા ઉતારી નાચીશ

અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું - તો આ ફરાહ ખાનના જન્મ દિવસે પણ થાય છે... ફરાહબિયા! મારી ઉપર વિશ્વાસ મૂકવા બદલ આભાર. આજે આપના માટે પોતાના મોજા ઉતારી નાચીશ.

આ વર્ષ હૅપ્પી રહેશે
  

આ વર્ષ હૅપ્પી રહેશે

નિખિલ અડવાણીએ ટ્વીટ કર્યું - જન્મ દિવસની શુભેચ્છાઓ ફરાહ ખાન. આ વર્ષ આપના માટે હૅપ્પી થવા જઈ રહ્યું છે. બહુ બધો પ્રેમ.

આ દિવસ વારંવાર આવે
  

આ દિવસ વારંવાર આવે

પુનીત મલ્હોત્રાએ ટ્વીટ કર્યું - આ દિવસ વારંવાર આવે. આપના માટે તમામ ખુશીઓ અને પ્રેમની કામના કરુ છું. જન્મ દિવસના અભિનંદન.

જન્મ દિવસના અભિનંદન
  

જન્મ દિવસના અભિનંદન

અર્જુન રામપાલે ટ્વીટ કર્યું - વ્હાલા ફરાહને જન્મ દિવસના અભિનંદન.

જિયો હજારોં સાલ
  

જિયો હજારોં સાલ

શેખર રવજિયાણીએ ટ્વીટ કર્યું - ફરાહ, તુમ જિયો હજારોં સાલ. જન્મ દિવસના અભિનંદન.

આપનો આલૂ પ્રિય
  

આપનો આલૂ પ્રિય

સુજૉય ઘોષે ટ્વીટ કર્યું - આપને જન્મ દિવસની શુભેચ્છા. મારા કરતા વધુ કોઈ આપના આલૂ સાથે પ્રેમ ન કરી શકે.

ઢગલો પ્રેમ આવે છે
  

ઢગલો પ્રેમ આવે છે

જૅકલીન ફર્નાન્ડીઝે ટ્વીટ કર્યું - વ્હાલા ફરાહ જન્મ દિવસ બદલ આપની પાસે ઢગલાબંધ પ્રેમ આવી રહ્યો છે.

જય હો ફરાહ
  

જય હો ફરાહ

સોનૂ સૂદે ટ્વીટ કર્યું - આજે ફરાહ ખાનના જન્મ દિવસની સાંજે તેમનું મનપસંદ ટ્રૅફિક સિગ્લન એકદમ ખાલી રહેશે. કોઈ ટ્રૅફિક નહીં હોય. જય હો ફરાહ.

English summary
Filmmaker-choreographer Farah Khan, currently tied up with “Happy New Year” shooting, turned 48 Thursday and she has been showered with love by friends, including Abhishek Bachchan who said that he will "dance my socks off for you today".
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.