'ઠગ્સ ઓફ હિંદુસ્તાન'નું દંગલ, આલિયા-શ્રદ્ધા રહી ગયાં પાછળ

Posted By:
Subscribe to Oneindia News

યશરાજ કેમ્પનો નવો ચહેરો છે દંગલ ફેમ એક્ટ્રેસ ફાતિમા સના શેખ. જી હા, યેશરાજ બેનરની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન માટે ફાતિમા સના શેખને ફાઇનલ કરવામાં આવી છે. ફાતિમા દંગલમાં ગીતા ફોગાટના પાત્રમાં જોવા મળી હતી. યશરાજની આગામી ફિલ્મમાં તે આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે. ફાતિમા પહેલાં આ ફિલ્મ માટે શ્રદ્ધા, આલિયા અને વાણી કપૂરને પણ અપ્રોચ કરવામાં આવી હતી.

દિવાળી 2018માં થશે રિલીઝ

દિવાળી 2018માં થશે રિલીઝ

'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' ફિલ્મનું ડાયરેક્શન વિજય કૃષ્ણા આચાર્ય કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ 1 જૂન, 2017થી શરૂ કરવામાં આવશે અને ફિલ્મ વર્ષ 2018માં દિવાળી પર રિલીઝ થશે. ડાયરેક્ટર અનુસાર, આ ફિલ્મમાં એક્ટ્રેસનો રોલ ખૂબ મહત્વપૂર્ણ છે, આથી આ રોલમાં ફિટ બેસે એવી એક્ટ્રેસ અમને જોઇતી હતી. આ રોલ માટે અમે અનેક ઓડિશન અને વર્કશોપનું આયોજન કર્યું હતું, ત્યાર બાદ ફાતિમાને ફાઇનલ કરવામાં આવી છે.

અમિતાભનો રોલ

અમિતાભનો રોલ

આ ફિલ્મમાં આમિર ખાન અને બિગ બી જેવા બે મોટા કલાકાર સાથે જોવા મળશે. બિગ બી ફિલ્મમાં આમિરના પિતાનો રોલ પ્લે કરતા જોવા મળશે. અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરવાની વાતને લઇને આમિર અતિ-ઉત્સાહિત છે. આમિરે હાલ આ એક જ ફિલ્મ સાઇન કરી છે, તે પોતાનું સંપૂર્ણ ધ્યાન આ ફિલ્મ પર જ કેન્દ્રિત કરવા માંગે છે.

400 કરોડ ક્લબ

400 કરોડ ક્લબ

યશરાજની આ ફિલ્મથી બોક્સઓફિસને પણ ઘણી આશા છે. આમિર ખાન પોતાના પરફેક્શન માટે જાણીતા છે, તેમની ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ જાય એવું ભાગ્યે જ બને. આથી જ લોકો કહી રહ્યાં છે કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર 400 કરોડ ક્લબની શરૂઆત કરશે. આ યશરાજનો સૌથી મોંઘો પ્રોજેક્ટ હોવાનું મનાય છે. 2018માં આમિર ક્રિસમસની જગ્યાએ દિવાળી પર પોતાની ફિલ્મ રિલીઝ કરવા જઇ રહ્યાં છે.

હોલિવૂડ ફિલ્મથી પ્રેરિત

હોલિવૂડ ફિલ્મથી પ્રેરિત

કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ હોલિવૂડની પાઇરેટ્સ ઓફ કેરેબિયનથી પ્રેરિત છે. પાઇરેટ્સ ઓફ કેરેબિયનની સ્ટોરીને ભારતીય અંદાજમાં ઢાળી આ ફિલ્મની વાર્તા લખવામાં આવી છે. જો કે, આ અંગે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ જો આ વાત સાચી હોય તો ફિલ્મ અંગે લોકોનો ઉત્સાહ બમણો થઇ જશે.

હૃતિકે કરી હતી રિજેક્ટ

હૃતિકે કરી હતી રિજેક્ટ

ઉલ્લેખનીય છે કે, ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફિલ્મ માટે યશરાજની પહેલી પસંદ હતા ગ્રીક ગોડ હૃતિક રોશન. પરંતુ પ્રોજેક્ટ ફ્લોર પર આવવામાં મોડું થવાને કારણે તેમણે આખરે આ ફિલ્મ રિજેક્ટ કરી નાંખી હતી. ત્યાર બાદ આમિર ખાનનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. આ યશરાજ બેનરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માટે વિશાળ સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

English summary
Fatima Sana Shaikh joins the cast of Thugs Of Hindostan starring Aamir Khan and Amitabh Bachchan
Please Wait while comments are loading...