For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાદા સાહેબ પુરસ્કાર વિજેતા ગુલજાર સાહેબથી જ ગુલજાર છે હિન્દી સિનેમા

|
Google Oneindia Gujarati News

હિન્દી સિનેમાના જાણીતા શાયર, કવિ, લેખક, નિર્દેશક ગુલજારને 2013ના દાદા સાહેબ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અભૂતપૂર્વ પ્રતિભાના ધનિ ગુલજારે છેલ્લા ચાળીસ વર્ષોમાં હિન્દી સિનેમાને પોતાની મહેનત અને કલમથી હસાવવા, રડાવવા અને ખુશ થવાની તક આપી છે. પોતાની આ સફળતા પર ગુલજારે જણાવ્યું છે કે પુરસ્કાર એ બતાવે છે કે આપ અને આપ અને આપનું કામ યોગ્ય ટ્રેક પર ચાલી રહ્યું છે.

હું દેશની તમામ જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના કારણે મને આ એવોર્ડ મળ્યો અને મારી જિંદગીમાં આ દિવસ આવ્યો. અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી શનિવારે આ જાહેરાત કરવામાં આવી કે વર્ષ 2013નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ગુલજારને આપવામાં આવશે. ગુલજારનું આખુ નામ સંપૂરણ સિંહ કાલરા છે. ગુલજાર દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર 45માં વ્યક્તિ છે.

અત્રે ઉલ્લેખનયીય છે કે ગુલજારે હજી સુધી 20થી વધારે ફિલ્મફેયર, ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય ગ્રેમી એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. સાહિત્યમાં શાનદાર યોગદાનના પગલે તેમને પદ્મભુષણ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત સરકાર દ્વારા આ પુરસ્કાર ભારતીય સિનેમાની પ્રગતિ અને વિકાસમાં યોગદાન માટે આપવામાં આવે છે. ગુલજારની આ સફળતા પર ફિલ્મજગતના દિગ્ગજોએ તેમને શુભેચ્છા સંદેશ આપ્યા....

આશા ભોસલે

આશા ભોસલે

ગાયિકા આશા ભોસલેએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે 'દાદ સાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી પામવા બદલ ગુલજારજીને શુભેચ્છા...' આશાએ ગુલજાર દ્વારા લખેલ 'મેરા કુછ સામાન', 'છોટી સી કહાની સે' અને 'ફિલહાલ' જેવા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

મધુર ભંડારકર

મધુર ભંડારકર

ફિલ્મકાર મધુર ભંડારકરે પોતાના પોસ્ટમાં લખ્યું છે કે 'તેમના એક મોટા પ્રસંશકના નાતે મને એ સાંભળીને ખૂબ જ ખુશી થઇ કે ગુલજાર સાહેબને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંગ કરવામાં આવ્યા છે.'

કિરણ ખેર

કિરણ ખેર

કિરણ ખેરે પણ પોતાની શુભેચ્છા આપી છે. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું છે કે 'દાદા સાહેબ પુરસ્કાર મેળવવા માટે ગુલજાર સાહેબને ખૂબ બધી શુભેચ્છાઓ. એક સૌથી મહાન ગીતકાર, લેખક અને નિર્દેશક.'

પ્રકાશ રાજ

પ્રકાશ રાજ

દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજે લખ્યુ છે કે 'ગુલજાર સાબની પસંદગીના કારણે ફાળકે પુરસ્કાર સન્માનિત થયો છે. ગુલજાર સાબ આપે અમને જે આપ્યું છે, અમે સૌ તેના માટે ગૌરવન્વિત અને ઋણી છીએ.'

રેખા ભારદ્વાજ

રેખા ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજની પત્ની અને ગાયિકા રેખા ભારદ્વાજે જણાવ્યું કે 'મારા પિતા ગુલજારને દાદા સાહેબ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. વાહ.. ઉજવણી શરૂ..!'

English summary
Film celebrities like Asha Bhosle and Prakash Raj Saturday congratulated veteran lyricist Gulzar for being chosen to receive the Dadasaheb Phalke Award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X