ફિલ્મફૅર ઍવૉર્ડ્સ : રણબીર-વિદ્યા બેસ્ટ અભિનેતા-અભિનેત્રી
મુંબઈ, 21 જાન્યુઆરી : ભારતીય સિનેમાની સૌથી રઢિયામળી રાતનો જશ્ન રવિવાર રાત્રે ઉજવાયો. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મફૅર ઍવૉર્ડની. 20મી જાન્યુઆરીની રાત્રે ફિલ્મફૅર ઍવૉર્ડ અર્પણ કરાયાં. ભારતમાં આ ઍવૉર્ડ ઑસ્કારની હેસિયત ધરાવે છે. તેથી આ જશ્નમાં બૉલીવુડની તમામ હસ્તીઓ હાજર રહી, પરંતુ આ ખૂબસૂરત સાંજ રહી રણબીર કપૂર તથા વિદ્યા બાલનના નામે કે જેમણે વર્ષ 2012નો બેસ્ટ એક્ટર તથા બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ પોતાના નામે કર્યો. રણબીર કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ ફિલ્મ બર્ફી માટે, તો વિદ્યા બાલનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ ફિલ્મ કહાની માટે મળ્યો. વિદ્યા-રણબીર બંનેએ સતત બીજી વખત ફિલ્મફૅર ઍવૉર્ડ પોતાના નામે કર્યો.
વર્ષ 2011માં રણબીર કપૂરે બેસ્ટ એક્ટર ઍવૉર્ડ રૉકસ્ટાર ફિલ્મ માટે, તો વિદ્યાએ બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ ધ ડર્ટી પિક્ચર માટે હાસલ કર્યો હતો. આ વર્ષના ઍવૉર્ડ સમારંભમાં માત્ર બર્ફી જ છવાયેલી રહી. બર્ફીને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ મ્યુઝિક સહિત સાત ઍવૉર્ડ્સ મળ્યાં, જ્યારે જબ તક હૈ જાન ફિલ્મ માટે ગુલઝારને બેસ્ટ ગીતકારનો, વિકી ડોનરના ગીત પાની દા રંગ... માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ મેલ સિંગરનો, ઇશકઝાદેના ગીત પરેશાં... માટે શાલમલી ખોલગડેને બેસ્ટ ફીમેલ સિંગરનો, કહાનીના દિગ્દર્શક સુજૉય ઘોષને બેસ્ટ ડાયરેક્ટરનો તથા ઇરફાન ખાનને પાન સિંહ તોમર માટે બેસ્ટ એક્ટરનો ક્રિટિક્સ ઍવૉર્ડ અપાયો.
સ્વર્ગસ્થ દિગ્દર્શક યશ ચોપરાને લાઇફ ટાઇમ ઍચીવમેન્ટ ઍવૉર્ડ અપાયો. પ્રોગ્રામના હોસ્ટ શાહરુખ ખાન તથા સૈફ અલી ખાન હતાં. પ્રોગ્રામનું આયોજન યશરાજ સ્ટુડિયો ખાતે કરાયુ હતું. અનુષ્કા શર્મા તથા શાહરુખ સહિત અનેક સ્ટાર્સે સ્ટેજ ઉપર પરફૉર્મ પણ કર્યું.
આવો તસવીરો વડે જોઇએ કે કોણ-કોણ હાજર રહ્યું ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભમાં.

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
આફતાબ શિવદાસાની

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
અર્જુન કપૂર

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
આયુષ્માન ખુરાના

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
ચિત્રાંગદા સિંહ

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
દીપિકા પાદુકોણે

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
ઇરફાન ખાન

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
કરણ જૌહર

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
માધવન

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
મનોજ બાજપાઈ અને અર્જુન કપૂર

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
નવાઝુદ્દીન સિદ્દીકી

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
પરિણીતી ચોપરા

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
પ્રિયંકા ચોપરા

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
રણબીર કપૂર

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
શાહરુખ ખાન અને સૈફ અલી ખાન

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
શરમન જોશી

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
સિદ્ધાર્થ રૉય કપૂર અને વિદ્યા બાલન રૉય કપૂર

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
શ્રીરામ નેને અને માધુરી દીક્ષિત નેને

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
વરુણ ધવન

તમામ બૉલીવુડ હસ્તીઓની હાજરી
વિવેક ઓબેરૉય