આખરે, આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સંબંધોનો ખુલાસો કર્યો

Posted By:
Subscribe to Oneindia News

શાનદારના પ્રમોશન વખતે પહેલી વાર બોલીવૂડની આ ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટે હિરો સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેના પ્રેમ સંબંધો પર ખુલાસો કર્યો. એ વાત તો સાચી છે કે હાલમાં આલિયા ભટ્ટ તેની અને શાહિદ કપૂર તેમની ફિલ્મ શાનદારના પ્રમોશનમાં બીજી છે પણ આટલા બીજી સિડ્યૂલમાં પણ આલિયા સિદ્ધાર્થના વખાણ કરવા માટે સમય નીકાળી જ દીધો.

તમને જણાવી દઉં કે આલિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર કપૂર્સ એન્ડ સન્સમાં સાથે કામ કરી રહ્યા છે. ત્યારે આ અંગે જ્યારે આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સિદ્ધાર્થ એક હેપ્પી વ્યક્તિ છે. વળી તે ખૂબ જ શાંત છે.
એટલું જ નહીં આલિયા કહ્યું કે સિદ્ધાર્થ તમામ ક્રૂ મેમ્બર જોડે સારી રીતે વાત કરે છે. લાગે છે કે આલિયાને સિદ્ઘાર્થની આ ડાઉન ટૂ અર્થ ઇમેજ ગમે છે! ત્યારે આ તો હજી શરૂઆત છે આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા વિષે અને તેમના પ્રેમ સંબંધો વિષે આલિયા કયા કયા ખુલાસા કર્યા તે વિષે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

આલિયા અને સિદ્ધાર્થ
  

આલિયા અને સિદ્ધાર્થ

તે વાત તો બધા જ જાણે છે કે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના કેરિયરની શરૂઆત સ્ટૂન્ડ ઓફ યર નામની ફિલ્મથી સાથે જ કરી હતી. અને ત્યારથી જ તેમના એફેરની વાતો બોલીવૂડમાં આગની જેમ ફેલાઇ ગઇ હતી.

આલિયા કર્યા વખાણ
  

આલિયા કર્યા વખાણ

આલિયાના મતે સિદ્ધાર્થ એક શાંત અને ખુશ મિજાજી વ્યક્તિ છે. વળી તે ક્રૂના તમામ લોકો જોડે હળે ભળે છે તે વાતની આલિયાએ ખાસ નોંધ લીધી હતી.

ખાસ કનેક્શન
  

ખાસ કનેક્શન

આલિયા ભટ્ટે કહ્યું કે તેણે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી છે તેના કોસ્ટાર સાથે તે ધરાવે છે ખાસ કનેક્શન.

એટલે કે સિદ્ધાર્થ સાથે પણ?
  

એટલે કે સિદ્ધાર્થ સાથે પણ?

શું અમારે તે પણ સમજવું કે તેની સાથે કામ કરી ચૂકેલા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ આલિયાનું ખાસ કનેક્શન છે.

આલિયા ભટ્ટ
  
 

આલિયા ભટ્ટ

જો કે જ્યારે અમે તેના અને સિદ્ધાર્થ મલ્હોત્રાના અફેરની વાત કરી ત્યારે આલિયા ભટ્ટ એકદમ સિરીયસ થઇ ગઇ.

આલિયા ભટ્ટ
  

આલિયા ભટ્ટ

તેણે કહ્યું કે હાલ તો તે સિંગલ જ છે. અને તેમની અમે સિદ્ધાર્થ મલ્હોત્રાની વચ્ચે તેવું કંઇ જ નથી.

આલિયા ભટ્ટની સ્પષ્ટતા
  

આલિયા ભટ્ટની સ્પષ્ટતા

પણ હા આલિયા કહ્યું કે તે અને સિદ્ધાર્થ એક બીજાથી ખૂબ જ ક્લોઝ છે અને તે હંમેશા એક કો સ્ટારની જેમ ક્લોઝ રહેશે. હવે આમાં પાછું આપણે શું સમજવું??

English summary
Alia Bhatt is busy these days in the promotions of her upcoming film Shaandaar. At a recent interview, Alia talked about her alleged boyfriend Sidharth Malhotra and said she is single right now.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.