ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરવા પર પૂનમ પાંડે અને એક અજ્ઞાત વ્યક્તિ સામે FIR
ગોવાઃ અભિનેત્રી અને મૉડલ પૂનમ પાંડે અલગ અલગ કારણોથી સમાચારોમાં છવાયેલી રહે છે. હવે લેટેસ્ટ મામલો ગોવાથી સામે આવ્યો છે. અહીં કેનાકોના પોલિસ સ્ટેશનમાં પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરવા અંગે એક અજ્ઞાત વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વળી, ગોવા ફૉરવર્ડ પાર્ટીની મહિલા વિંગે પણ ચાપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરવા અંગે પૂનમ પાંડે સામે ફરિયાદ નોંધાવી છે.
પોલિસ રિપોર્ટ અનુસાર આ પહેલા પૂનમ પાંડેએ ગોવામાં જ એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે તેના પતિ સેમ બૉમ્બેએ કેનાકોના ગામમાં તેની સાથે છેડછાડ અને મારપીટ કરી છે. સાથે જ તેને ધમકી પણ આપવામાં આવી છે. આ બધુ તેની સાથે ત્યારે થયુ જ્યારે તે પોતાની ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી.
આ કેસમાં કેનાકોના પોલિસ સ્ટેશનની અંદર ઈન્સ્પેક્ટ તુકારામ ચવાને કહ્યુ કે, 'પૂનમ પાંડેએ સોમવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પોતાના પતિ સેમ બૉમ્બે સામે આરોપ લગાવ્યા છે કે તેણે(સેમ બૉમ્બે) તેની સાથે છેડછાડ કરી છે. સાથે જ મારપીટ કર્યાબાદ સેમ બૉમ્બેએ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.'
અર્નબ ગોસ્વામીઃ પોલિસે મને માર્યો, પરિવાર સાથે પણ મારપીટ કરી