હેલમેટ અને માસ્ક વિના બાઈક ચલાવવુ પડ્યુ ભારે, વિવેક ઓબેરૉય સામે નોંધાઈ FIR
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા વિવેક ઓબેરૉયને વેલેન્ટાઈન ડે પર હેલમેટ અને માસ્ક વિના બાઈક ચલાવવુ ભારે પડી ગયુ. મુંબઈ ટ્રાફિક પોલિસે વિવેક ઓબેરૉય પર 500 રૂપિયાનો દંડ લગાવવા સાથે સાથે તેમની સામે FIR પણ નોંધી છે. વાસ્તવમાં ગયા રવિવારે વિવેક ઓબેરૉયે પોતાના ઘરે નવી બાઈકની ડિલીવરી લીધી અને માસ્ક તેમજ હેલમેટ પહેર્યા વિના પોતાની પત્ની સાથે રાઈડ પર નીકળી ગયા. એટલુ જ નહિ, વિવેક ઓબેરૉયે બાઈક ચલાવતો પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો. ત્યારબાદ મુંબઈ પોલિસે આ મામલે જાણવાજોગ વઈને વિવેક ઓબેરૉય પર કાનૂની કાર્યવાહી કરી.
તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોથી મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોરોના વાયરસા કેસ ઝડપથી વધી રહ્યા છે. સંક્રમણના વધતા કેસોને જોતા મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ પ્રોટોકૉલને લઈને કડકાઈ વધારી દીધી છે અને સાથે બધા માટે માસ્ક પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે. એવામાં મુંબઈ પોલિસે વિવેક ઓબેરૉય પર ટ્રાફિકના નિયમ તોડવા ઉપરાંત માસ્ક ન પહેરવા પર પણ કાર્યવાહી કરી. વિવેક ઓબેરૉય સામે 500 રૂપિયાનો મેમો મુંબઈની સાંતાક્રૂઝ ટ્રાફિક ડિવિઝને ફાડ્યો છે.
કઈ કલમો હેઠળ વિવેક ઓબેરૉય પર થયો કેસ
મુંબઈ પોલિસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ કોરોના વાયરસ ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરવા મામલે વિવેક ઓબેરૉય સામે જુહુ પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. અધિકારીએ જણાવ્યુ કે વિવેક ઓબેરૉય સામે આઈપીસીની કલમ 188(સરકારી વિભાગ દ્વારા વિધિવત આદેશની અવગણના), કલમ 269(જીવન માટે ખતરનાક બિમારી ફેલાવવામાં બેદરકારી વર્તવી) અને મહારાષ્ટ્ર કોવિડ-19 રોકથામ ઉપાય 2020 સહિત મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 188 અને 269 હેઠળ દોષી મળતા 6 મહિનાની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે.
બજેટે બતાવી દીધુ કે 'મૂડ ઑફ ધ નેશન' શું છેઃ પીએમ મોદી