સામે આવ્યો સૈફ અને કરીનાના છોટે નવાબનો પહેલો ફોટો, નેનીના ખોળામાં હોસ્પિટલથી પહોંચ્યા ઘરે
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન એક વાર ફરીથી મમ્મી-પપ્પા બન્યા છે. 21 ફેબ્રુઆરીએ કરીના કપૂરે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો. લગભગ 2 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ આજે કરીના કપૂર ખાનને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે. સૈફ અલી ખાન પોતાના મોટા દીકરા સાથે તેને લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર થોડા ફોટા સામે આવ્યા છે જેમાં કરીના હોસ્પિટલથી બહાર નીકળતી દેખાઈ રહી છે.

પાપારાઝીના કેમેરામાં કેદ થયા છોટે નવાબ
બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર ઉભેલા પાપારાઝી દ્વારા લેવામાં આવેલ ફોટામાં જોઈ શકાય છે કે કારની આગલી સીટ પર સૈફ અલી ખાન અને તૈમૂર બેઠા છે જ્યારે પાછલી સીટ પર કરીના કપૂર ખાન બેઠી છે. કારની અંદર ન્યૂ બેબીને એક મહિલા પોતાના ખોળામાં લઈને બેઠી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે નેની છે. આ ફોટામાં કરીના કપૂર ખાનના બીજા બાળકનો ચહેરો નથી દેખાતો પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે સૈફ અને કરીના જલ્દી પોતાના બાળકના ફોટાને સાર્વજનિક કરશે.

હોસ્પિટલથી ઘરે પહોંચી કરીના કપૂર ખાન
મીડિયા રિપોર્ટસથી મળેલી માહિતી મુજબ સૈફ અને કરીના પોતાના ન્યૂ બૉર્ન બેબીને લઈને ઘરે પહોંચી ગયા છે. પોતાના નાના ભાઈને લઈને તૈમૂર અલી ખાન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દરમિયાન ફેન્સને ન્યૂ બૉર્ન બેબીના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી તેનો એક પણ ફોટો લીક થયો નથી. જો કે સોશિયલ મીડિયા પર જન્મ દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં કરીના અને તેના બાળકને હોસ્પિટલના બેડ પર જોઈ શકાય છે.

ફેન્સ કરી રહ્યા છે સૈફ અને કરીનાને આ અપીલ
હોસ્પિટલથી ઘરે લઈ જતી વખતે પાપારાઝીના કેમેરામાં કેદ થયેલ સૌથી નાના નવાબનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તૈમૂર અલી ખાનના સમયે સૈફ અને કરીનાએ પોતાના ફેન્સને વધુ રાહ નહોતી જોવડાવી. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે નવા બાળકનો ફોટો પણ જલ્દી સામે આવી શકે છે. હાલમાં ફેન્સન આ ફોટાથી જ સંતોષ માનવો પડી રહ્યો છે. છોટે નવાબની પહેલી ઝલક મેળવવા માટે સોશિયલ મીડિયા પર સૈફીનાને અપીલ કરી રહ્યા છે.
કરણ સિંહ ગ્રોવરના જન્મદિવસ પર બિપાસા બસુ બિકિનીમાં દેખાઈ હૉટ, માલદીવમાં સિઝલીંગ રોમાંસ