For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

First poster: સંજય દત્તનું ધમાકેદાર કમબેક, પોસ્ટર રિલિઝ

સંજય દત્તની કમબેક ફિલ્મ ભૂમિનો પહેલો પોસ્ટર થયો રિલિઝ.

By Kajal
|
Google Oneindia Gujarati News

સંજય દત્ત ના જન્મદિવસે જ તેની કમબેક ફિલ્મ ભૂમિનો પહેલો પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યો છે આ પોસ્ટરને જોતા જ સંજયનો ખુની અંદાજ ફરી બધાની સામે આવે છે. પહેલી નજરે જોતા જ આ ફિલ્મ ધમાકેદાર હશે તેવું કહેવુ બિલકુલ પણ ખોટુ નથી. ફિલ્મના પહેલા પોસ્ટરમાં સંજયના લુકે ફરી તેના ચાહકોને ખુશ કરી નાખ્યા છે. ત્યારે પોતાના જન્મદિવસે ચાહકોને આવા રિર્ટન ગીફટથી વધુ બીજુ શું હોઈ શકે? તને પણ જુઓ ભૂમિના પહેલા પોસ્ટરને અહીં...

ફિલ્મ ભુમિ

ફિલ્મ ભુમિ

આ ફિલ્મમાં સંજય દત્ત પિતાના રોલમાં છે. તેની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે અદિતિ રાવ હૈદરી. ફિલ્મના નિર્દેશક ઉમંગ કુમારે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, આ ફિલ્મમાં સંજયે ખુબ જ સુંદર અભિનય કર્યો છે. દર્શકોને આ ફિલ્મમાં સંજય દત્તની એક નવી જ ભૂમિકા જોવા મળશે. પહેલા આ ફિલ્મ ઓગસ્ટમાં રિલિઝ થવાની હતી પરંતુ કોઈક કારણોસર તેને પાછળ કરવામાં આવી છે. આ પોસ્ટર પહેલા રિલિઝ થયેલ લુક પણ લોકોને ખુબ પસંદ પડ્યો હતો. હવે જોવાનુ એ છે કે ફિલ્મને પણ લોકો કેવો પ્રતિસાદ આપે છે? આ વર્ષ ભૂમિ ઉપરાંત બીજી પણ ઘણી ફિલ્મો રિલિઝ થવાની છે જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

પહેલો લૂક

પહેલો લૂક

સંજય દત્તની ફિલ્મ ભૂમિનો પહેલો લુક દર્શકોને ઘણો પસંદ આવ્યો છે. આ લૂકમાં પણ ફિલ્મ સારી હશે તેવી આશા જગાવી રાખે છે. આ ફિલ્મમાં આદિતી રાવ હૈદર સંજયની દિકરીના રોલમાં જોવા વળશે. આદિતી રાવ હૈદરની સંજય દત્ત સાથેની આ પહેલી ફિલ્મ છે. આજ સમયગાળામાં બીજી રિલિઝ થનાર મોટી ફિલ્મો વિશે પણ થોડુ જાણો.

જુડવા-2

જુડવા-2

વરુણ ધવન, જેકલીન અને તાપસી પન્નુની ફિલ્મ જુડવા-2 પણ બીજી સપ્ટેમ્બરના રોજ રિલિઝ થવાની છે, આ ફિલ્મ સલમાનની ફિલ્મ જુડવાની યાદ ફરી તાજા કરાવશે. આમ પણ વરુણ ધવનના ફેન્સ લાંબા સમયથી વરુણની આ ફિલ્મ માટે રાહ જોઇ રહ્યા છે.

જબ હેરી મેટ સેજલ

જબ હેરી મેટ સેજલ

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ 4 ઓગસ્ટના રોજ રિલિઝ થવાની છે ઘણા લાંબા સમય બાદ શાહરૂખ રોમેન્ટિંક અંદાજમાં આવશે. તેથી લોકોની ફિલ્મ જોવાની તત્પરતા સ્વાભાવિક છે.

ટૉયલેટ એક પ્રેમ કથા

ટૉયલેટ એક પ્રેમ કથા

અક્ષય કુમાર પણ તેની ટૉયલેટ એક પ્રેમ કથા લઈને 11 ઓગસ્ટના ધમાલ કરવા આવી રહ્યો છે, કહેવાય છે કે આ ફિલ્મમાં શૉચાલય જેવા વિચિત્ર વિષયની સાથે અક્ષયનો જોરદાર અભિનય જોવા લાયક છે.

ટાઈગર જીંદા હે

ટાઈગર જીંદા હે

લાંબા ગાળાથી સલમાનની જે ફિલ્મની રાહ ચાહકો જોઈ રહ્યા હતા, તે ફિલ્મ ટાઈગર જીંદા હે 22 ડિસેમ્બરે રિલિઝ થવાની છે. આ ફિલ્માં ફરી સલમાન અને કેટરીના એક સાથે જોવા મળશે.

બાદશાહો

બાદશાહો

અજય દેવગનની આ ફિલ્મ એક સપ્ટેમ્બરના રોજ રિલિઝ થવાની છે આ ફિલ્મમાં અજય ફરી ગંભીર અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરથી જ તેના અભિનયને વખાણવામાં આવ્યો છે.

ગોલમાલ અગેન

ગોલમાલ અગેન

ગોલમાલ સિરિઝની આ ફિલ્મ રોહિત શેટ્ટી દિવાળી પર લાવી રહ્યો છે. ફરી લોકોને હસાવા આ ફિલ્મ તૈયાર છે. જેમાં આ વખતે તબ્બુ અને પરણિતી પણ પહેલી વાર એક બીજાની સાથે કામ કરી રહ્યા છે. ત્યારે દિવાળી પર આ ફિલ્મ ચોક્કસથી ધૂમ મચાવશે તેવું લાગે છે.

English summary
first poster of sanjay dutt s bhoomi is out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X