Fit India Movement: બોલિવુડ પણ જોડાયુ આ અભિયાન સાથે, શેર કર્યા આ Video
આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા માટે દેશભરમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ માટે તૈયારીઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં લૉન્ચ કરવાના છે. વળી, આ મુવમેન્ટ માટે બોલિવુડ સેલિબ્રિટીઝમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે પોતાના વીડિયો અને પોસ્ટની મદદથી લોકોને આ કેમ્પેઈનમાં જોડાવા માટે અપીલ કરી રહ્યા છે.

શ્વાસ લેવા જેટલુ જરૂરી છે ફિટ રહેવુઃ શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ યોગ કરતો પોતાનો એક વીડિયો શેર કરીને લખ્યુ કે, ‘આજકાલની ભાગદોડભરી જિંદગીમાં ફિટ રહેવુ એ શ્વાસ લેવા જેટલુ જરૂરી છે. એટલા માટે હું લોકોને અપીલ કરુ છુ કે આદરણીય પ્રધાનમંત્રીના @PMOIndiaની પહેલ ફિટ ઈન્ડિયા કેમ્પેઈન સાથે જોડાવ. ફિટનેસને પોતાની જિંદગીની રીત બનાવવાની શપથ લો.'
|
ફ્લિપ કરતી દેખાઈ પાયલ રોહતગી
ફિટ ઈન્ડિયા મુવમેન્ટ માટે અભિનેત્રી પાયલ રોહતગીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં તે પોતાના ગાર્ડનમાં ફ્લિપ કરતી દેખાઈ રહી છે. વીડિયો સાથે કેપ્શનમાં પાયલે લખ્યુ, ‘રામ રામજી... પ્રેમ સાથે નફરત કરનારા માટે.' તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિટ ઈન્ડિયા મુવમેન્ટ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA), રાષ્ટ્રીય ખેલ સંઘ (NSF), સરકારી અધિકારી, ખાનગી એકમો અને જાણીતા ફિટનેસ સેલિબ્રિટીઝને શામેલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સલમાન ખાને રાનૂ મંડલને નથી આપ્યુ કોઈ ઘર, Fake નીકળ્યા વાયરલ ન્યૂઝ, જાણો સત્ય
|
સ્વચ્છતા અભિયાનની જેમ આગળ વધારવામાં આવશે આ અભિયાન
આ અભિયાન હેઠળ કોલેજ અને વિશ્વવિદ્યાલયે 15 દિવસીય ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવાના રહેશે. આ ઉપરાંત તેને આ પ્લાનને પોતાના પોર્ટલ કે વેબસાઈટ પર અપલોડ કરવાનુ રહેશે. આ અભિયાનનો હેતુ આરોગ્ય પ્રત્યે દેશમાં લોકોને જાગૃત કરવાનો છે. આ અભિયાનને સરકાર સ્વચ્છતા અભિયાનની જેમ આગળ વધારવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર 29 ઓગસ્ટને ખેલ દિવસ રૂપે મનાવવામાં આવે છે.