ફી મામલે દીપિકાએ સાઉથની તમામ અભિનેત્રીને પાછળ છોડી, પ્રભાસ સાથે ફિલ્મ માટે અધધ આટલા રૂપિયા લીધા

દીપિકા પાદુકોણે તેની પૈન-ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ માટે સૌથી વધુ ફી વસૂલીને રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પ્રભાસ સાથે મુખ્ય રોલમાં સ્ક્રીન શેર કરશે.

Highest paid actress

રશ્મિકા મંદાન્ના, સામંથા રૂથ પ્રભુ, સાઈ પલ્લવી સહિતની સાઉથની મોટી અભિનેત્રીઓને પાછળ થોડીને દીપિકા પાદુકોણે ફી મામલે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. દીપિકા પાદુકોણ સાઉથમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે અને પ્રભાસ સાથે પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. કિયારા અડવાણી પણ રામ ચરણ સાથે ફરી એકવાર સાઉથની ફિલ્મો માટે તૈયાર છે. આ સિવાય જાહ્નવી કપૂર પણ જુનિયર એનટીઆર સાથે સાઉથમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. દીપિકા સાથે કિયારા અને જ્હાન્વીએ પણ તગડી ફી વસૂલી છે.

દીપિકા પાદુકોણેએ 10 કરોડ રૂપિયા ફી લીધી

દીપિકા પાદુકોણેએ 10 કરોડ રૂપિયા ફી લીધી

અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણે તેની પૈન-ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ માટે સૌથી વધુ ફી વસૂલીને રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પ્રભાસ સાથે મુખ્ય રોલમાં સ્ક્રીન શેર કરશે. અમિતાભ બચ્ચન અને દિશા પટણી પણ આમાં મહત્વની ભૂમિકા ભજવશે. દીપિકાએ આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લીધા છે.

જાન્હવી કપૂરે પણ પાછળ નથી

જાન્હવી કપૂરે પણ પાછળ નથી

દીપિકા બાદ જાન્હવી કપૂરનો નંબર આવે છે. તેને જુનિયર NTR ની આગેવાની હેઠળની NTR 30 માં કામ કરવા માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. તેની ફિલ્મો બોલિવૂડમાં કંઈ ખાસ કરી શકી નથી તેમ છત્તા સાઉથમાં રૂપિયાનો વરસાદ થયો છે.

કિયારા અડવાણી રામ ચરણ સાથે જોવા મળશે

કિયારા અડવાણી રામ ચરણ સાથે જોવા મળશે

કિયારા અડવાણીએ લગ્ન પહેલા રામ ચરણની આગામી ફિલ્મ R15 સાઈન કરી હતી. તેણે આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ફી લીધી છે. કિયારા એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા લે છે અને તેની દરેક ફિલ્મ સુપરહિટ રહી છે.

સાઉથની અભિનેત્રીઓને પાછળ થોડી દીધી

સાઉથની અભિનેત્રીઓને પાછળ થોડી દીધી

દીપિકા પાદુકોણ, જ્હાન્વી કપૂર અને કિયારા અડવાણીએ તેની ફીના મામલે ઘણી તેલુગુ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. અહેવાલો અનુસાર ટોલીવુડની ઘણી ટોચની અભિનેત્રીઓ એક ફિલ્મ માટે 1 થી 3 કરોડ લે છે ત્યારે હવે આ બોલિવૂડ અભિનેત્રીઓ નવા રેકોર્ડ કાયમ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X