Pics: જુઓ સલમાન, ઋતિક, રણબીર સહિત બોલિવુડ સ્ટાર્સનો ગણપતિ ઉત્સવ
ગણપતિનો તહેવાર છેવટે દસ્તક દઈ ચૂક્યો છે અને બોલિવુડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની ધૂમ ચારે તરફ દેખાઈ રહી છે. બોલિવુડ સ્ટાર્સની સૌથી ખાસ વાત એ છે કે દરેક તહેવારની ધૂમ જોવા મળે છે. ભલે તે ઈદ હોય કે દિવાળી, ગણપતિ હોય કે પછી નવરાત્રિ. આપણા મનપસંદ સ્ટાર્સ દરેક તહેવાર પૂરા મનથી દરેક તહેવાર મનાવે છે. દર વર્ષે ઘણા બોલિવુડ સ્ટાર્સ પોતાના ઘરમાં બાપ્પાનું સ્વાગત પૂરી શ્રદ્ધા અને લગનથી કરે છે. વળી, બાપ્પાની વિદાઈ પણ એટલી જ ખુશીથી નાચી ગાઈને થાય છે. તમને અમે બતાવીએ છેલ્લા કેટલાક વર્ષોના ગણપતિના ફોટા. તમે પણ જુઓ દર વર્ષે સ્ટાર્સ કેવી રીતે મનાવે છે ગણપતિ.

આરકે સ્ટુડિયોના ગણપતિ
આ વર્ષે ભલે આરકે સ્ટુડિયો બંધ થઈ જવાના કારણે ગણપતિ ઉત્સવ ના મનાવાય પરંતુ દર વર્ષે આરકે સ્ટુડિયોમાં ધામધૂમથી ગણપતિનો તહેવાર મનાવવામાં આવતો હતો અને આખો કપૂર પરિવાર આગળ વધીને ભાગ લેતો હતો.

જાતે કરે છે આરતી
ગણપતિની વાત કરીએ તો સલમાન ખાનના ઘરના ગણપતિ ઘણા ફેમસ છે. ત્રણ દિવસ સુધી ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રોનક અને ધામધૂમ રહે છે. જેટલી શાનથી ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે તેટલી જ શાનથી તેમની વિદાય પણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ

સંજય દત્તના ગણપતિ
સંજય દત્ત અને માન્યતા દત્ત પણ દર વર્ષે પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરે છે અને આ તહેવાર આખા પરિવારના લોકો ધામધૂમથી મનાવે છે.

પોતાના ગણપતિ
રિતેશ દેશમુખ ઘરમાં જ ગણપતિને આકાર આપે છે અને ઘરમાં તેનુ વિસર્જન કરે છે. તેમના ઘરમાં નાના બાળકો પણ દર વર્ષે આ પરંપરા જુએ છે અને શીખે છે.

ઋતિક રોશનના ગણપતિ
ઋતિક રોશન પણ દર વર્ષે પોતાના ઘરમાં બાપ્પાનું સ્વાગત કરે છે. તેમનો આખો પરિવાર મળીને ગણપતિ ઉત્સવમાં ભાગ લે છે.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા દર વર્ષે ગણપતિનું સ્વાગત ધામધૂમથી કરે છે. શિલ્પા શેટ્ટી ઘણી વાર પારંપરિક મરાઠી પરિધાનોમાં ગણપતિનું સ્વાગત કરી ચૂકી છે.

ગોવિંદા
ગોવિંદાનો આખો પરિવાર ગણપતિ ઉત્સવ દરમિયાન ધામધૂમ કરે છે જેના ફોટા વાયરલ થતા રહે છે. ગોવિંદા, સુનીતા અને તેમના બાળકો યશવર્ધન અને નર્મદા દર વર્ષે ગણપતિનું સ્વાગત પૂરી શ્રદ્ધા સાથે કરે છે.

બચ્ચન પરિવાર
બચ્ચન પરિવાર ભલે પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના ના કરે પરંતુ દર વર્ષે પંડાલોમાંથી તેમના પરિવારના ગણપતિ દર્શનના ફોટા સામે આવતા રહે છે.

રાખી સાવંત
રાખી સાવંત પણ દર વર્ષે ગણપતિ પર રોનક લાવી દે છે.

ગણપતિ બાપ્પા મોરિયા
રણબીર કપૂરનો નાચતા ગાતા આર કે સ્ટુડિયોના ગણપતિ વિસર્જન દરમિયાનનો એક ફોટો. એક તરફ સલમાન ખાનના ઘરે ગણપતિ ઉત્સવની દર વર્ષે ધૂમ રહે છે ત્યાં બીજી તરફ એકતા કપૂર અને તેમનો પરિવાર પણ પોતાના ઘરમાં ગણપતિનું સ્વાગત કરે છે. વળી, અજય દેવગણ અને કાજોલ ભલે ઘરમાં ગણપતિની સ્થાપના ના કરે પરંતુ પંડાલોમાં દર્શન કરતા જરૂર જોવા મળે છે.