ગૌહર ખાને પતિ ઝૈદ દરબાર સાથે શેર કર્યા રોમેન્ટીક Pics, ઉદયપુરમાં મનાવી રહી છે હનીમૂન
કામમાંથી ફ્રી થઈને ગોહર ખાન લગ્ન બાદ પતિ ઝૈદ દરબાર સાથે હનીમૂન મનાવવા ઉદયપુર પહોંચી છે. લગ્ન બાદ ગૌહર ખાન તાંડવ વેબ સીરિઝમાં જોવા મળી કે જે હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. ગોહર અને ઝૈદ વેડિંગ બાદ હનીમૂન પીરિયડ એન્જૉય કરવા ઉદયપુર પહોંચ્યા છે. જ્યાં તેમણે આલીશાન હોટલથી સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા છે. બંનેની ઘણી સુંદર પળોને આ ફોટામાં જોઈ શકાય છે.
ગૌહર ખાને ડિસેમ્બરમાં ઝૈદ દરબાર સાથે સંપૂર્ણ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા. પછી તે કામમાં લાગી ગયા. હવે મહિના પછી ફ્રી થઈને પતિ સાથે ઉદયપુરમાં હનીમૂન મનાવવા પહોંચી છે. જ્યાંથી પતિ સાથે તે રોમેન્ટીક ફોટો શેર કરી રહી છે. ગૌહરે એક વીડિયો પણ શેર કર્યો જેમાં તેણે પતિ સાથે હનીમૂન હોલીડે એન્જૉય કરતી દેખાઈ રહી છે. આ વીડિયોને શેર કરીને ગૌહરે કેપ્શનમાં લખ્યુ હતુ, 'જ્યારે હું ટ્રાવેલ કરુ છુ, તો તે મને ખૂબ જ ખુશી આપે છે. પતિ સાથે આ મારી પહેલી છુટ્ટી છે.'

ઉદયપુર ટ્રિપ
વળી, ઝૈદ દરબાદે પણ ગૌહર ખાન સાથે ફોટા અને વીડિયોને શેર કર્યો છે. ઝૈદે પણ સોશિયલ મીડિયા પોસ્ટ પર એ જ લખ્યુ, ફાઈનલી અમારો ટાઈમ આવી ગયો. સાથે જ પત્ની ગૌહર સાથે ઉદયપુર ટ્રિપથી ફોટા શેર કર્યા.

તાંડવમાં જોવા મળી ગૌહર
અલી અબ્બાસ જફરની વેબ સીરિઝ તાંડવમાં ગૌહર ખાન પણ જોવા મળી. સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને સુનીલ ગ્રોવરની વેબ સીરિઝ ઓટીટી એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ. તાંડવ વેબ સીરિઝમાં એક સીન માટે વિવાદ થયો છે જેમાં લોકોએ આરોપ લગાવ્યો છે કે તેના કન્ટેન્ટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

ગૌહર ખાન બિગ બૉસમાં
તમને જણાવી દઈએ કે ગૌહર ખાન બિગ બૉસમાં જોવા મળી ચૂકી છે. તે આ ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે. તે ઘણી ફિલ્મોમાં પોતાના ડાંસથી ફેન્સને મદહોશ કરી ચૂકી છે.
લૉકડાઉન બાદ કેટરીના કૈફનુ હૉટ ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા - સેક્સી સુપરસ્ટાર