For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : તો શું લેસ્બિયન સેક્સ સ્ટોરી છે રાગિણી એમએમએસ 2?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 માર્ચ : લ્યો... ફિલ્મની રિલીજ પહેલા જ નક્કી થઈ ગયું કે ફિલ્મનો વિષય શો છે? હા જી, અમે વાત કરીએ છીએ એકતા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાગિણી એમએમએસ 2ની કે જેની કેટલીક તસવીરો મીડિયામાં રિલીઝ થઈ છે. ફિલ્મની એક તસવીરમાં લીડ હીરોઇન સન્ની લિયોન અને બીજી હીરોઇન સંધ્યા મૃદુલ વચ્ચેનું લેસ્બિયન લિપલૉક સીન છે કે જે મહદઅંશે ફિલ્મના વિષયની કહાણી કહી નાંખે છે.

રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં બે અભિનેત્રીઓના લિપલૉક સાથે નક્કી થઈ ગયું છે કે એકતા કપૂરની હૉટ હૉરેક્સ મૂવી રાગિણી એમએમએસ 2 ગે સેક્સની કહાણી કહે છે. જોકે જાણવા મળે છે કે ફિલ્મ દિલ્હીના રીયલ એમએમએસ કાંડ પર આધારિત છે, પણ દિલ્હીના જે એમએમએસ કાંડની વાત કરાઈ હતી, તેમાં એક યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો હતો અને યુવતીના પ્રેમ તથા વિશ્વાસનું ખૂન કર્યુ હતું, પરંતુ રાગિણી એમએમએસ 2ની તસવીરો તો કહે છે કે કદાચ આ ફિલ્મ બે બહેનપણીઓના પ્રેમ અને બદલાની કહાણી છે.

ખેર, શું સાચું છે અને શું ખોટું, તે તો આગામી 21મી માર્ચે ખબર પડી જ જશે કે જ્યારે ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થશે. હાલ તો ફિલ્મના ગીત બૅબી ગર્લ... તથા ચાર બોતલ વોડકા... ગીતોએ લોકોને થિરકવા પર મજબૂર કર્યાં છે. ફિલ્મનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. ફિલ્મનું પ્રમોશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.

ચાલો તસવીરો સાથે જોઇએ સન્ની-સંધ્યાનું ગે લિપલૉક અને અગાઉની કેટલીક ગે ફિલ્મોની વિગત :

રાગિણી એમએમએસ 2

રાગિણી એમએમએસ 2

એકતા કપૂરની રાગિણી એમએમએસ 2 પોતાના હૉરર અને સેક્સના તડકાને લઈને અગાઉથી જ ચર્ચામાં હતી અને હવે સન્ની લિયોન તથા સંધ્યા મૃદુલના હૉટ લિપલૉક સીનની તસવીર લીક થવાથી ફિલ્મ વધુ ચર્ચામાં આવી ગઈ છે. ચાલો જોઇએ બૉલીવુડમાં ગે સંબંધ પર આધારિત ફિલ્મોની ઝલક.

દોસ્તાના

દોસ્તાના

'ગે' સેક્સ પર સૌથી ચર્ચિત ફિલ્મ રહી વર્ષ 2008માં આવેલી કરણ જૌહરની 'દોસ્તાના'. જેમાં સમલૈગિંક સંબંધના એક નવા દૃષ્ટિકોણને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. ફિલ્મ સુપરહિટ રહી અને લોકોને આ ફિલ્મ બાદ 'ગે' વિષય પર બોલવામાં અચકાટ થયો નહી.

ફૅશન

ફૅશન

વર્ષ 2008માં આવેલી મધુર ભંડારકરની એવોર્ડ વિનિંગ ફિલ્મ ફૅશનમાં ગે રિલેશનને આબેહૂબ રજૂ કર્યો. ફિલ્મમાં એક ગે રિલેશનને કઇ રીતે સમાજમાં સન્માનિત બનાવવામાં આવે છે તેને આબેહૂબ દર્શાવામાં આવે છે. ફિલ્મ સુપરહિટ તો હતી જ, ફિલ્મે સમલૈંગિકતાની એક નવી પરિભાષા વધી ગઇ.

હનીમૂન ટ્રાવેલ્સ

હનીમૂન ટ્રાવેલ્સ

રીમા કાગતીની ફિલ્મ હનીમૂન ટ્રાવેલ્સમાં પણ સમલૈંગિક કપલને દર્શવવામાં આવ્યું છે કે ફિલ્મનો રોચક ભાગ હતો. ફિલ્મમાં એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે 'ગે' વ્યક્તિના લગ્ન જો ખોટા વ્યક્તિ સાથે થઇ જાય છે તો તેને જીવનમાં કેવી મુસીબતો આવે છે.

ગર્લફ્રેંડ

ગર્લફ્રેંડ

વર્ષ 2004માં આવેલી આ ફિલ્મ ખૂબ ઉત્તેજક હતી જેના લીધે તે ફિલ્મની ખૂબ ટીકા થઇ હતી. તેમાં બે બહેનપણીઓની કહાણી છે જેમની વચ્ચે યૌન સંબંધ હતા. ફિલ્મમાં સમલૈંગિકનું પાત્ર રિયા સેન અને ઇશા કોપીકરે ભજવ્યું હતું. ફિલ્મ પોતાના અશ્લીલ દ્રશ્યોના લીધે ખૂબ ચર્ચામાં રહી હતી.

કલ હો ના હો

કલ હો ના હો

કરણ જૌહરની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ કલ હો ના હોમાં જો કે સમલૈંગિક સંબંધોને દર્શાવાયા ન હતા પરંતુ તેમાં 'ગે' સીકવેંસને કૉમેડી તરીકે રજૂ કરવામાં આવી હતી.

ફાયર

ફાયર

'ગે' સેક્સની વાત હોય અને ફાયર ફિલ્મનો ઉલ્લેખ ના હોય એવું કઇ રીતે બની શકે? વર્ષ 1996માં આવેલી દીપા મહેતાની આ પ્રથમ ફિલ્મ હતી જે સમલૈંગિક સેક્સ પર આધારિત હતી. તમામ આલોચનાઓ બાદ પણ આ ફિલ્મના પાત્રો શબાના આઝમી અને નંદિતા દાસે પોતાની એક્ટિંગના દમ પર સફળતા પ્રાપ્ત કરી આને વિદેશોમાં કેટલાય ઍવૉર્ડ જીત્યા.

English summary
Sunny Leone & Sandhya Mridul sensuous Liplock Scene in Ekta Kapoor's Ragini MMS 2. Both were extremely comfortable and professional about paying 'lip service'.RAGINI MMS-2 releases on March 21, 2014.Its based on gay sex.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X