For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારુ યૌન શોષણ નથી થયુ, ન્યૂડ ફોટોશૂટ સમયે 20 લોકો હતા, મે ડ્રિંક કર્યુ નહોતુઃ ગહેના વશિષ્ઠ

ગહેના વશિષ્ઠે રાજ કુંદ્રાના સપોર્ટમાં કહ્યુ કે એડલ્ટ વીડિયોનુ શૂટિંગ જબરદસ્તીથી કરવામાં નથી આવતુ.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રાજ કુંદ્રા કેસમાં ઘણી વાર ગહેના વશિષ્ઠનુ નામ સામે આવ્યુ છે. પૉર્ન વીડિયો કેસમાં ઘણા લોકોના નામ છે. વળી, ગહેના વશિષ્ઠ પણ ઘણી વાર આ કેસને લઈને પોતાના સફાઈના વીડિયો અને ફોટા પોસ્ટ કરી ચૂકી છે. ગહેના વશિષ્ઠે રાજ કુંદ્રાના સપોર્ટમાં કહ્યુ કે એડલ્ટ વીડિયોનુ શૂટિંગ જબરદસ્તીથી કરવામાં નથી આવતુ. આ વખતે ગહેનાએ જણાવ્યુ કે કેવી રીતે એડલ્ટ ફોટોશૂટનુ વીડિયો શૂટિંગ કરવામાં આવે છે. પોતાનો એક ફોટો શેર કરીને તેણે આ વિશે જણાવ્યુ છે.

મારુ કોઈ યૌન શોષણ થયુ નથી

મારુ કોઈ યૌન શોષણ થયુ નથી

ગહેનાએ કહ્યુ કે મારુ કોઈ યૌન શોષણ થયુ નથી. ગહેનાએ જણાવ્યુ કે એ વખતે 20 લોકો ત્યાં હતુ. ગહેનાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણે વધુમાં જણાવ્યુ કે એડલ્ટ વીડિયોનુ શૂટિંગ જબરદસ્તીથી કરવામાં નથી આવતુ.

ગહેના વશિષ્ઠે બોલ્ડ ફોટોશૂટ પર જણાવ્યુ

ગહેના વશિષ્ઠે બોલ્ડ ફોટોશૂટ પર જણાવ્યુ

ગહેના વશિષ્ઠે ફોટા સાથે લખ્યુ છે કે આ રીતના ફોટો શૂટ કરતી વખતે અમે લગભગ 20 લોકો હતા. મારુ કોઈ યૌન શોષણ નથી થયુ. ગહેનાએ આગળ લખ્યુ છે કે હું સેટ પર રિક્ષામાં ગઈ. બીજી રિક્ષાથી સુરક્ષિત આવી ગઈ. મારુ પેમેન્ટ પણ મળ્યુ. સૌથી જરૂરી વાત એ કે હું 18થી ઉપર છુ. એક રેગ્યુલર કલાકાર છુ.

ગહેનાએ કહ્યુ આરોપ ખોટા

ગહેનાએ કહ્યુ આરોપ ખોટા

ગહેનાએ આગળ લખ્યુ કે એટલા માટે પ્લીઝ, વર્ષ-દોઢ વર્ષથી મારા નિર્માતાઓ પર 370,376 અને 354ની કલમોમાં આરોપ ના લગાવશો. ગહેનાએ બધા યુઝર્સને આ પોસ્ટ શેર કરવા સાથે એક સલાહ પણ આપી છે કે જો તમને મારી પોસ્ટથી વાંધો હોય તો મને બ્લૉક કરી શકો છો. આ મારી વૉલ છે એટલે મને આના પર કંઈ પણ પોસ્ટ કરવાનો હક છે.

ગહેના વશિષ્ટ પર આરોપ

ગહેના વશિષ્ટ પર આરોપ

તમને જણાવી દઈએ કે પૉર્ન વીડિયો કેસમાં ગહેના વશિષ્ઠ પર ગંભીર આરોપ લાગ્યા છે. ગહેનાના આગોતરા જામીનની અરજી પણ ફગાવી દેવામાં આવી ચૂકી છે. ગહેનાને પૉર્ન વીડિયો કેસને લઈને 6 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી ચૂકી હતી. ગહેના પર આરોપ હતો છે કે લાલચ આપીને મજબૂર છોકરીઓને પૉર્ન વીડિયો શૂટ કરવાનો આરોપ લાગ્યો છે.

English summary
Gehana vasisth clearyfy about nude photoshoot says nobody harassed me, read her post regarding Raj Kundra case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X