• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ચક્કર આવી ગયાં ઘનચક્કર જોઈ : રિવ્યૂ

|

ફિલ્મ : ઘનચક્કર

નિર્માતા : રૉની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રૉય કપૂર

દિગ્દર્શક : રાજકુમાર ગુપ્તા

કલાકારો : વિદ્યા બાલન, ઇમરાન હાશમી, રાજેશ શર્મા, નમિત દાસ

સંગીત : અમિત ત્રિવેદી

વિદ્યા બાલનની ફિલ્મ હોય તો કંઇકને કંઇક તો હશે જ ફિલ્મમાં. આ જ વિચારી લોકો થિયેટર સુધી ઘનચક્કર જોવા પહોંચી જશે, પરંતુ આ કોઈ સલમાન ખાનની ફિલ્મ નથી કે જે વગર કોઈ વાર્તાએ માત્ર સલમાનના એક્શનના પગલે હિટ થઈ જાય. દરેક ફિલ્મની પોતાની યૂએસપી હોય છે. જો ઘનચક્કરની વાત કરીએ, તો ફિલ્મની સ્ટારકાસ્ટ જ ફિલ્મની યૂએસપી કહી શકાય છે. બાકી ફિલ્મની વાર્તા, ગીતો, કંઈ પણ એંટરટેનિંગ નથી. વિદ્યા અને ઇમરાનના ઘણાં બધા એડલ્ટ કૉમેડી સિન્સ ફિલ્મમાં ઠાંસી-ઠાંસીને નંખાયાં છે કે જે ફિલ્મને પરિવાર સાથે જોવા લાયક નથી છોડતાં. વાર્તાની ગતિ એટલી ધીમી ને બોરિંગ છે કે કદાચ આપ ઇંટરવલમાં બહાર આવી જશો અને પાછા થિયેટરમાં જવાનું નહિં વિચારો.

ઘનચક્કર ફિલ્મમાં બધુય નાંખવાના ચક્કરમાં લાગે છે કે દિગ્દર્શક બહુ કન્ફ્યુજ થઈ ગયાં અને નક્કી ન કરી શક્યાં કે કયું સીન કેમ યૂઝ કરવું છે. રોમાંસ, કૉમેડી તથા થ્રિલર આમ તમામની ખિચડી બનાવી રાજકુમાર ગુપ્તાએ ફિલ્મને બૉક્સ ઑફિસે ચલાવવાની કોશિશ કરી છે, પણ ખિચડીએ ફિલ્મને ક્યાંયની ન છોડી. એક્ટિંગની વાત કરીએ, તો ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન દ્વારા પોતાના તરફથી કોઈ કચાસ નથી છોડાઈ, પણ જ્યારે વાર્તામાં જ કોઈ દમ ન હોય, તો ફિલ્મ કઈ રીતે લોકોને સીટ સાથે બાંધી શકે. વિદ્યા બાલન માટે ઘનચક્કર તેમના છેલ્લા સતત હિટ ફિલ્મોના રેકૉર્ડને ખરાબ રીતે ભાંગનાર ફિલ્મ સાબિત થશે.

ઘનચક્કર ફિલ્મનો પ્રથમ જ દિવસ ફિલ્મની અસલિયસત સામે લઈ આવશે. અમિત ત્રિવેદના કેટલાંક ગીતો જરૂર થોડાંક મનોરંજક છે, પણ ફિલ્મની સફળતા માટે આ ગીતો કંઈ ખાસ કમાલ ન કરી શક્યાં. જોકે કેટલાંક લોકોને ઘનચક્કર પણ એંટરટેનિંગ લાગી શકે, કારણ કે આજકાલ લોકોને ધડ-માથા વગરની વાર્તાઓ ગમી રહી છે, પરંતુ વિશ્વાસ રાખો કે ઘનચક્કર જોઈ આપને પણ ચક્કર આવનાર છે.

આવો તસવીરો સાથે જાણીએ ફિલ્મની વાર્તા :

ઇમરાન-વિદ્યા

ઇમરાન-વિદ્યા

સંજય (ઇમરાન હાશમી) અને નીતૂ (વિદ્યાબાલન) પરિણીત યુગલ છે. સંજય કંઈ કામ નથી કરતો. તે એક ચોર છે કે જે ચોરી કરી ક્રાઇમ કરી પૈસા કમાય છે, પણ નીતૂએ કહેતાં એ ખરાબ કામો છોડી દે છે. પછી એક દિવસ તેને કેટલાંક લોકો ફોન કરી બૅંક લૂંટવાનું કહે છે અને તેને 10 કરોડ આપવાનો વાયદો કરે છે.

નીતૂ થઈ જાય છે તૈયાર

નીતૂ થઈ જાય છે તૈયાર

નીતૂ સંજયને કહે છે કે આટલા પૈસા ઘણાં હશે તેમના જીવન માટે. સંજય પહેલા તો કામ માટે ઇનકાર કરી દે છે, પણ નીતૂએ કહેતાં તે તૈયાર થઈ જાય છે અને બૅંક લૂંટવા જાય છે. સંજય અને બે વધુ ક્રિમિનલો મળી બૅંક લૂટે છે અને 30 કરોડ રુપિયા ત્રણે વહેંચી લે છે. પછી બંને ક્રિમિનલ સંજયને કહે છે કે તમામ પૈસા તે રાખે અને જ્યારે મામલો શાંત થઈ જશે, ત્યારે પૈસા વહેંચી લઇશું.

સંજયની યાદદાશ્ત જતી રહી

સંજયની યાદદાશ્ત જતી રહી

ત્રણ માસ બાદ જ્યારે તે બંને ક્રિમિનલ સંજયને ફોન કરે છે, તો સંજય તેમને ઓળખવાનો ઇનકાર કરી દે છે અને તેઓ બંને સંજયના ઘરે જઈ તેની પૂછપરછ કરે છે. સંજય કહે છે કે તેનો એક્સિડંટ થયો હતો અને તે પોતાની યાદદાશ્ત ગુમાવી બેઠો છે. બંને ક્રિમિનલ સંજયના ઘરે જ રહેવા લાગે છે અને તેની યાદદાશ્ત પાછી આવવાની રાહ જુએ છે.

સંજયની મુંઝવણ

સંજયની મુંઝવણ

સંજયને પૈસા અંગે કંઈ પણ યાદ નથી આવતું. તે વારંવાર નીતૂને પૂછે છે કે તેને કંઈ ખબર નથી પૈસા અંગે? નીતૂ કહે છે કે તેને કંઈ ખબર નથી. સંજય પુરતા પ્રયત્નો કરે છે પૈસા યાદ કરવાનો, પણ તેને યાદ નથી આવતું.

બધા બન્યાં ઘનચક્કર

બધા બન્યાં ઘનચક્કર

પછી બંને ક્રિમિનલ સંજય સાથે શું-શું કરે છે? શું સંજયને પૈસા અંગે કંઇ યાદ આવે છે? આખરે પૈસા છે કોની પાસે? બાસ આ જ પ્રશ્નોની આસપાસ ફરે છે ફિલ્મ. સરવાળે રાજકુમાર ગુપ્તાએ ફિલ્મને કૉમેડીથી ભરપૂર બનાવવાની કોશિશ કરી છે, પણ તેઓ નિષ્ફળ નિવડ્યાં છે.

English summary
The Ghanchakkar babe Vidya Balan will play the lead in Vishesh Films’ next to be helmed by the Aashiqui 2 director Mohit Suri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more