Golden Globes 2023: RRR ફિલ્મના 'નાટૂ-નાટૂ' ગીતે જીત્યો બેસ્ટ ઓરિજિનલ સૉંગનો અવૉર્ડ

ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ-નાટૂને બેસ્ટ ઓરિજિનલ સૉંગનો ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો છે.

Golden Globes 2023: ફિલ્મ RRRના નાટૂ-નાટૂ ગીતને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડથી આપવામાં આવ્યો છે. અમેરિકાના કેલિફૉર્નિયા સ્થિત બવર્લી હિલ્સમાં આયોજિત કાર્યક્રમમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના નાટૂ-નાટૂ ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. ગોલ્ડન ગ્લોબ અવૉર્ડમાં દુનિયાભરની ફિલ્મો ભાગ લઈ રહી છે. આરઆરઆર ફિલ્મના ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉંગનો અવૉર્ડ મળવા પર ફિલ્મના કલાકારો જૂનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટે ખુશી વ્યક્ત કરી છે.

natu-natu

બેસ્ટ ઓરિજિનલ સૉગ કેટેગરીમાં અન્ય અમુક ગીતો નોમિનેટ થયા હતા, જેમાં ટેઈલ શિફ્ટનુ વેર ધ ક્રાઉડેડ્સ સિંગ, સિયાઓ પાપાના ટોરોનો પિનોચિઓ, લેડી ગાગાનુ હોલ્ડ માય હેન્ડનો સમાવેશ થાય છે. આરઆરઆર ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા ભજવી હતી.

બંનેએ બ્રિટિશ સેના સામે જોરદાર લડત આપી હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગન ઉપરાંત બ્રિટિશ અભિનેતા રે સ્ટીવનસન, એલિસન ડુડી, ઓલિવિયા મોરિસ પણ છે. ફિલ્મ આરઆર એ બૉક્સ ઑફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડીને તેના ખાતામાં 1200 કરોડ રૂપિયા જમા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ કેલિફોર્નિયામાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેને કોમેડિયન જેરોડ કાર્માઇકલ હોસ્ટ કરી રહ્યો છે. ગયા વર્ષે એનબીસીએ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સનો બહિષ્કાર કર્યો હતો. હૉલિવુડના ઘણા સ્ટાર્સે પણ જાતિવાદી અને સેક્સિસ્ટ વોટિંગને કારણે તેનો બહિષ્કાર કર્યો હતો. ટોમ ક્રૂઝે તેના ત્રણ અવોર્ડ પરત કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X