For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યૂટ ડિયાનીના મમ્મી-પપ્પા બન્યાં ફરદીન-નતાશા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 ડિસેમ્બર : લાંબા ઇંતેજાર બાદ ફરદીન ખાનના ઘરે પારણા બંધાયા છે. જી હા, બુધવારે ફરદીન ખાન એક ક્યૂટ એંજલના પપ્પા બન્યાં છે. અભિનેતા ફરદીનના પત્ની નતાશા માધવાણીએ પોતાના પ્રથમ સંતાન તરીકે બુધવારે એક પુત્રીને જન્મ આપ્યો છે.

fardeen-natasha
ફરદીનના પિતરાઈ બહેન અને જાણીતા જ્વૅલરી ડિઝાઇનર ફરાહ અલી ખાને આ સમાચાર ટ્વિટર ઉપર શૅર કર્યાં અને નવા-નવા વાલી બનનાર ફરદીન-નતાશાને અભિનંદન પાઠવ્યાં. ફરાહે ગુરુવારે માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર લખ્યું - ખુશખબરી સાથે ઉઠી. મારા પિતરાઈ ભાઈ ફરદીન અને તેમના પત્ની નતાશાના ઘરે કાલે (બુધવારે) એક વ્હાલી દીકરી ડિયાની ઇસાબેલ ખાન જન્મી. પ્રભુ મારી નાનકડી ભત્રીજીને સારૂં આરોગ્ય, સમ્પત્તિ અને ખુશીઓ સાથે નવાજે.

દિગ્ગજ અભિનેત્રી મુમતાઝના પુત્રી નતાશા માધવાણી અને દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને વર્ષ 2005માં લગ્ન કર્યા હતાં. ઓમ જય જગદીશ, નો એન્ટ્રી અને હે બેબી જેવી ફિલ્મોમાં અભિનય કરનાર ફરદીન તથા તેમના પત્ની નતાશાને આ દિવસનો લાંબા સમયથી ઇંતેજાર હતો. ગત વર્ષે નતાશાને મિસકૅરેજ થયુ હતું અને તેમને જોડિયા બાળકો ગુમાવવા પડ્યા હતાં.

English summary
Bollywood actor Fardeen Khan has become a father, after his wife delivered a baby girl on Wednesday (December 11, 2013). The actor has reportedly named daughter as Diani Isabella Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X