સ્વરા ભાસ્કરનું પાંચ વર્ષ પછી બ્રેકઅપ, આ રાઈટરને ડેટ કરતી હતી
અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘણીવાર તેની કોઈને કોઈ વાતોને કારણે ચર્ચામાં રહે છે પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ચોંકાવી દે તેવા છે. સમાચાર છે કે સ્વરા ભાસ્કરનું બ્રેકઅપ થઇ ગયું છે અને તે અત્યાર સુધી સ્ક્રિપ્ટ રાઇટર હિમાંશુ શર્માને ડેટ કરી રહી હતી. બંને વચ્ચે લગભગ 5 વર્ષનો સંબંધ હતો પરંતુ તે પલભરમાં તૂટી ગયો. આ સમાચાર સામે આવ્યા પછી, ખુબ વાયરલ થઇ રહ્યા છે અને લોકો તેના વિશે વાત કરી રહ્યા છે.
જો કે જાણવા મળ્યું છે કે બંને વચ્ચે કોઈ ઝઘડો થયો નથી, પરંતુ બંનેએ આરામથી વાતચીત કરીને આ સંબંધને અહીં જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. હવે આ પાછળનું કારણ શું છે તે બંનેને જ ખબર છે.
આ નિર્ણય વિશેની જાણકારી તેમના મિત્રોથી લઈને તેમના પરિવારના સભ્યોને પણ છે. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' ના સેટ પર થઇ હતી અને ત્યારથી જ બંને સાથે છે.
આ ફેમસ બોલિવૂડ અભિનેત્રીએ જેનો પણ પ્રચાર કર્યો તેઓ બધા હાર્યા
આ ફિલ્મમાં સ્વરાની સહાયક ભૂમિકા હતી અને હિમાંશુએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. આ પહેલા પણ, સ્વરાએ ઘણી વખત આ વાત કહી છે કે તે હિમાંશુ સાથે લગ્ન નથી કરી રહી. તેનું કહેવું એવું હતું કે તે લગ્ન વિશે કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી.
પાક અભિનેત્રી વીણા મલિકે કમાંડર અભિનંદનની ઉડાવી મજાક તો સ્વરાએ ઝાટકી