અજય દેવગણે ખરીદી દેશની સૌથી મોંઘી કાર, બોલીવુડના પહેલા સુપરસ્ટાર
અજય દેવગણ ફક્ત ફિલ્મોમાં જ ગાડીઓ સાથે સ્ટંટ કરતા દેખાય છે. જો કે રિયલ લાઈફમાં પણ તેમને ગાડીઓ ખૂબ ગમે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અજય દેવગણના કાર કલેક્શનમાં જુદી જુદી 8 પ્રકારની કાર છે. તેમાં સૌથી નવી અને સૌથી મોંગી કાર સામેલ થઈ ચૂકી છે. આ નવી કાર સાથે અજય દેવગણ આ કાર ધરાવનાર બોલીવુડના પહેલા સુપરસ્ટાર બની ચૂક્યા છે. અજય દેવગણ એક માત્ર સ્ટાર છે, જેમની પાસે આ કાર છે. અજય દેવગણે રોલ્સ રોય સુલિનન ખરીદી છે.
મીડિયા રિપોર્ટ પ્રમામે અજય દેવગણે આ કાર બુક કરાવી હતી. તેની કિંમત 6.95 કરોડથી શરૂ થાય છે. પરંતુ જો તેને કસ્ટમાઈઝ કરવામાં આવે તો તેની કિંમત વધી જાય છે. અજય દેવગણ ઉપરાંત અન્ય બે લોકો પાસે પણ આ કાર છે.

પહેલા ભારતીય જેમણે ખરીદી હતી કાર
અજય દેવગણ ઉપરાંત આ કાર બિઝનસમેન મુકેશ અંબાણી અને ટી સિરીઝના માલિક ભૂષણકુમાર પાસે છે. મુકેશ અંબાણી આ કાર ખરીદનાર પહેલા ભારતીય છે. આ કાર પસંદગીના રંગમાં જ મળે છે. ભૂષણકુમાર પાસે લાલ તો અજય દેવગણે બ્લૂ રંગની કાર ખરીદી છે.

આ નામથી બુક કરી હતી કાર
અજય દેવગણે આ કાર અજય ઉર્ફે વિશાલ વીરુ દેવગણના નામ પર 17 જુલાઈ 2019ના રોજ બુક કરી હતી. નિયમ પ્રમાણે દરેક કારનો વીમો જરૂરી છે.અજય દેવગમની આ કારનો ઈન્સ્યોરન્સ 30 જૂન 2022 સુધી નક્કી કરાયો છે.

આ રીતે થયો ખુલાસો
અજય દેવગણ હજી સુધી આ કાર સાથે દેખાયા નથી. ઈન્સ્ટાગ્રામ પર તેમની નવી કારની તસવીરો વાઈરલ થઈ છે. કારની નંબરપ્લેટ પરથી ખુલાસો થયો છે કે આ કાર અજય દેવગણે ખરીદી છે.

અજય પાસે છે આ કાર્સ
અજય દેવગણના ગેરેજમાં હાલ લેન્ડર રોવર રેન્જ રોવર, મિનિ કૂપર, બીએમડબલ્યુ ઝેડ4 સહિતની શાનદાર કાર છે. તેના પરથી જ ખ્યાલ આવે છે કે અજય દેવગણ કારના શોખીન છે.

કારની વિશેષતા
તમને જણાવી દઈએ એ કે આ કાર માલિકની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવે છે. એટલે જ આ કાર અજય દેવગણ સુધી પહોંચવામાં સમય લાગ્યો છે. પરંતુ હવે આ કાર અજય દેવગણ સુધી પહોંચી ગઈ છે. આ કાર તેના માલિક અનુસાર બનાવવામાં તેની કિંમત 7 કરોડથી 10 કરોડ પહોંચી શકે છે.

ફિલ્મોમાં પણ ગમે છે કાર
અજય દેવગણના કારના શોખ વિશે આખું બોલીવુડ જાણે છે. ન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના શૂટિંગ દરમિયાન અજયને એક કાર ગમી ગઈ હતી. એક્તા કપૂરે તેમને તે કાર ગિફ્ટ કરી દીધી હતી.
Saaho Box Office: પહેલા દિવસે પ્રભાસ કરશે રેકોર્ડતોડ કમાણી, ડિટેલ આવી સામે