For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય કુમારે કોરોનામાં સંઘર્ષ કરતા કલાકારો માટે ખજાનો ખોલ્યો, કર્યું અધધ દાન

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ફરી એકવાર દરિયાદિલી દાખવી છે. અક્ષય કુમારે કોરોના સંક્રમણને કારણે ફિલ્મ ઉદ્યોગના કલાકારોને મદદ કરવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

Bollywood News : એક્ટર અક્ષય કુમારે ફરી એકવાર દરિયાદિલી દાખવી છે. અક્ષય કુમારે કોરોના સંક્રમણને કારણે ફિલ્મ ઉદ્યોગના કલાકારોને મદદ કરવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ વિશે માહિતી આપતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) દ્વારા ગુરુવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, અક્ષય કુમારે ફરી એકવાર મોટી રકમનું દાન આપ્યું છે.

ગત વર્ષે કોરોના કાળમાં પીએમ રિલીફ ફંડમાં 25 કરોડનું દાન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે ગત વર્ષે કોરોના કાળમાં પીએમ રિલીફ ફંડમાં 25 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત અક્ષય કુમારે ગૌતમ ગંભીરની સંસ્થાને પણ 2 કરોડની આર્થિક મદદ કરી હતી. આ સિવાય અક્ષય કુમારે કોરોના કાળમાં ઘણી વખત લોકોની મદદ પણ કરી છે.

Bollywood news

અક્ષય કુમારની બેક ટૂ બેક ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે

અક્ષય કુમાર હાલ રક્ષાબંધન, રામ સેતુ, અતરંગી સહિતની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે. અક્ષય કુમારની બેક ટૂ બેક ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે. જેમાં સૂર્યવંશી, બેલ બૉટમ, બચ્ચન પાંડે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મો કોરોના સંક્રમણના કારણે તંગ બનેલું વાતાવરણ સામાન્ય બને ત્યાર બાદ રિલિઝ થાય તેવી શક્યતાઓ છે.

ઓહ માય ગોડ 2માં અક્ષય કુમાર જોવા મળશે

ઓહ માય ગોડ 2માં અક્ષય કુમાર જોવા મળે તેવા વાત ચાલી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર ભગવાનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય એવા સમાચાર પણ છે કે, અક્ષય કુમારની કોમેડી ફિલ્મ ડિરેક્ટર પ્રિયદર્શન સાથે આવી શકે છે.

English summary
Bollywood actor Akshay Kumar has once again shown generosity. Akshay Kumar has given a donation of 50 lakh rupees to help the artists of the industry due to the Corona epidemic. Giving information about this, the Rashtriya Swayamsevak Sangh (RSS) said on Thursday that Akshay Kumar has once again made a big donation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X