અનુષ્કા શર્મા બીજીવાર બનશે માતા? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો ખુલાસો

Anushka Sharma pregnancy : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માની ફિલ્મની ફેન્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે એક્ટ્રેસ અપકમિંગ ફિલ્મ ચકદા એક્સપ્રેસના કારણે નહીં, પણ પોતાની પ્રેગ્નેન્સીને લઇને હેડલાઇન્સમાં આવી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, અનુષ્કા શર્મા બીજીવાર માતા બનવા જઇ રહી છે.

અનુષ્કા શર્માએ બે વર્ષ પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો. તેની દીકરીનું નામ વામિકા કોહલી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર હેડલાઈન્સમાં છે કે, 35 વર્ષની અભિનેત્રી તેના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

Anushka Sharma

અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પતિ વિરાટ કોહલીના વખાણ હોય કે, પુત્રી વામિકા કોહલી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો હોય, અનુષ્કા ચાહકો સાથે લગભગ દરેક ક્ષણની ઝલક શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી છે, જેને લોકો તેની ગર્ભાવસ્થા પર અભિનેત્રીના મૌન સાથે લિંક કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાઇએસ્ટ ડાયમેન્શનની પોસ્ટ ફરીથી શેર કરી છે. તેણે લખ્યું હતું કે, જ્યારે તમે સમજો છો કે, દરેક દ્રષ્ટિ વ્યક્તિગત ઇતિહાસથી ભરેલી છે, ત્યારે તમે સમજી શકશો કે, તમામ ચુકાદો એક કબૂલાત છે.

અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીના સમાચાર મીડિયામાં ફેલાઈ રહ્યા છે, જ્યારે અભિનેત્રી મેટરનીટી ક્લિનિકની બહાર જોવા મળી હતી. મીડિયા અહેવાલ અનુસાર, અભિનેત્રી તેના બીજા ત્રિમાસિકમાં છે અને તે ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. એટલું જ નહીં, વિરાટ કોહલી ગુવાહાટીથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 છોડીને ઈમરજન્સીમાં મુંબઈ પરત ફર્યો હતો.

એવું માનવામાં આવે છે કે, અનુષ્કાની પ્રેગ્નન્સીના કારણે વિરાટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હજુ સુધી વિરાટ કે અનુષ્કાએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી અને ન તો આ અફવાઓને નકારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X