ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીનચીટ, NCBને કોઈ પુરાવા ન મળ્યા
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી છે. પોલીસની ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ નથી. શુક્રવારના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ્સ કેસમાં 6000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 14 આરોપીઓનું નામ હતું. ગયા વર્ષે મુંબઈમાં એક ક્રુઝ શિપમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
NCBએ કરી હતી આર્યનની ધરપકડ
એજન્સીના વરિષ્ઠ અધિકારી સંજય કુમાર સિંહે કહ્યું કે, NCBને આર્યન ખાન અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે, આર્યન અને મોહક સિવાય તમામ આરોપીઓ પાસે નશકારક દ્રવ્ય મળી આવ્યો હતો. NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ 14 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે. બાકીના છ લોકો સામે પુરાવાના અભાવે ફરિયાદ નોંધવામાં આવી રહી નથી.
28 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા
3 ઓક્ટોબર 2021ના રોજ, ક્રુઝ પર જઈ રહેલી ડ્રગ્સ પાર્ટીના કેસમાં NCB દ્વારા રેડ પાડ્યા બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 28 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.
SITએ ઘણા મહત્વના ખુલાસા કર્યા
થોડા મહિના પહેલા, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેની તપાસના કેટલાક તારણો શેર કર્યા હતા, જે NCB મુંબઈના આરોપોથી વિપરીત હતા. એસઆઈટીની તપાસમાં જાણવા મળ્યું કે, આર્યન ખાને ક્યારેય ડ્રગ્સ ન હતું લીધું, તેથી તેનો ફોન લઈને તેની ચેટ્સ તપાસવાની જરૂર નથી. એસઆઈટીએ કહ્યું હતું કે, ચેટમાં એવું બહાર આવ્યું નથી કે, આર્યન ખાન કોઈ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ભાગ છે. વધુમાં રેડનું
વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું ન હતું, જે NCB મેન્યુઅલ દ્વારા ફરજિયાત હતું.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ ટીમે જણાવ્યું હતું કે, ડ્રગ્સ પાર્ટી દરમિયાન પાડવામાં આવેલી રેડમાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવી હતી. NCB મેન્યુઅલ મુજબ, રેડ દરમિયાન વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છે, પરંતુ ડ્રગ્સના કેસમાં રેડ દરમિયાન તે કરવામાં આવ્યું ન હતું. એસઆઈટીની તપાસના તર્કે દરોડાઓના આચરણ અને એજન્સીના મુંબઈ પ્રાદેશિક એકમના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા કર્યા છે. સમીર વાનખેડેને તેના પેરેન્ટ કેડરમાં પાછા મોકલવામાં આવ્યા છે અને આ મામલે તપાસ કરવા માટે SIT અને એજન્સીની તકેદારી ટીમ બંને દ્વારા ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.