For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Avatar The Way Of Water : 3 દિવસમાં અવતાર 2 એ કરી 3600 કરોડની કમાણી

Avatar The Way Of Water : 2000 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બરના રોજ રિલિઝ છે. આ ફિલ્મે દુનિયાભરમાં માત્ર 3 દિવસમાં 3600 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

|
Google Oneindia Gujarati News

Avatar The Way Of Water : 2000 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બરના રોજ રિલિઝ છે. આ ફિલ્મે દુનિયાભરમાં માત્ર 3 દિવસમાં 3600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મે ભારતમાં 132.95 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ ફિલ્મે અંગેજી ભાષામાં સૌથી વધુ કમાણી કરી છે. જે બાદ બીજા નંબર પર હિન્દી ભાષા છે. આ સાથે વિકએન્ડમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ વર્ષ 2019માં રિલિઝ થયેલી એવેન્ઝર્સ એન્ડગેમના નામે છે.

મળી હતી અવતાર બંધ કરવાની સલાહ

મળી હતી અવતાર બંધ કરવાની સલાહ

ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' રિલીઝ થયાના 13 વર્ષ પહેલા, જ્યારે જેમ્સ કેમેરૂને તેની પ્રથમ ફિલ્મ 'અવતાર' બનાવી હતી, ત્યારે તેનાકેટલાક ભાગો ફિલ્મ જગતના લોકોને બતાવવામાં આવ્યા હતા.

જે બાદ મોટા ભાગના લોકોએ જેમ્સ કેમરૂનને ત્યાં આ પ્રયોગ બંધ કરવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે, તેમાં શામેલ તમામ નાણાં ડૂબી જશે અને કેમેરૂનની કારકિર્દી બરબાદ થઈ જશે.

જોકે, તેમાં ભવિષ્યની શક્યતાઓ જોનારાઓએ પણ કેમરૂનને પ્રોત્સાહિત કર્યા હતા. આ જ ઉત્સાહ સાથે રિલિઝ થયેલી ફિલ્મ 'અવતાર'એ સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે.

વિશ્વવ્યાપી સફળતા

વિશ્વવ્યાપી સફળતા

હવે પહેલી ફિલ્મના 13 વર્ષ બાદ રિલીઝ થઈ છે, તેની સિક્વલ ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' પણ વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરીરહી છે.

રવિવાર સુધીના પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 434.50 મિલિયન ડોલર એટલે કે લગભગ 3600 કરોડની કમાણીકરી છે.આમાં ભારતનો હિસ્સો લગભગ 132.95 કરોડ રૂપિયા છે.

તમામ ભાષાના સંસ્કરણો સહિત ભારતમાં પ્રારંભિક આંકડાઓ અનુસારફિલ્મે રવિવારના રોજ લગભગ રૂપિયા 46.50 કરોડનું કલેક્શન કર્યું હતું.

ભારતમાં પણ કર્યું શાનદાર કલેક્શન

ભારતમાં પણ કર્યું શાનદાર કલેક્શન

ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર'એ ભારતમાં 16મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની સાથે જ ભવ્ય શરૂઆત કરી હતી. ફિલ્મે પહેલા દિવસે 41 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મે બીજા દિવસે 45.45 કરોડની કમાણી કરી હતી અને રવિવારે 46.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનીલગભગ અડધી કમાણી તેના અંગ્રેજી વર્ઝનમાંથી આવી છે.

ભારતીય ભાષાઓમાં હિન્દી ભાષી પ્રેક્ષકો દ્વારા તેની સૌથી વધુ પ્રશંસા કરવામાંઆવી હતી.શુક્રવારની સરખામણીમાં શનિવારના રોજ તેલુગુ અને તમિલ વર્ઝનની કમાણી ઓછી હતી. ફિલ્મનું પ્રથમ સપ્તાહમાં નેટ કલેક્શન 132.95 રૂપિયાની આસપાસ હતું.

પ્રથમ સપ્તાહના કલેક્શન દ્વારા ભારતમાં રિલીઝ થયેલી હોલીવુડ મૂવીઝની ટોચની 10 યાદી -

પ્રથમ સપ્તાહના કલેક્શન દ્વારા ભારતમાં રિલીઝ થયેલી હોલીવુડ મૂવીઝની ટોચની 10 યાદી -

  • ફિલ્મ ફર્સ્ટ વીકએન્ડ કલેક્શન -કલેક્શન (આંકડા કરોડમાં)
  • એવેન્જર્સ એન્ડગેમ (2019) -157.20
  • અવતાર ધ વે ઓફ વોટર (2022) - 132.95
  • સ્પાઇડરમેન નો વે હોમ (2021) - 108.37
  • એવેન્જર્સ ઈન્ફિનિટી વોર (2018) - 94.30
  • ડૉ. સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ (2022) - 79.50
  • થોર લવ એન્ડ થન્ડર (2022) - 64.80
  • લાયન કિંગ (2019) - 54.75
  • સ્પીયરમેન ફાર ફ્રોમ હોમ (2019) - 46.66
  • ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ હોબ્સ એન્ડ શો (2019) - 42.90
  • ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 8 - 41.63

English summary
Avatar The Way Of Water : Avatar 2 earned 3600 crores In 3 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X