'બચપન કા પ્યાર' ગીતનો મ્યુઝિક વીડિયો રિલીઝ, જૂઓ સહદેવનો રેપર બાદશાહ સાથેનો હિપ-હોપ લૂક
પ્રખ્યાત રેપર બાદશાહે બુધવારના રોજ છત્તીસગઢના રહેવાસી સહદેવ દિરદો સાથે બનાવેલો મ્યુઝિક વીડિયો 'બચપન કા પ્યાર' રિલીઝ કર્યો હતો. રેપર બાદશાહે બુધવારના રોજ સવારે લગભગ 11.20 કલાકે તેની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયો રિલીઝ થયાના એક કલાકમાં 36 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. સહદેવ અને બાદશાહ સાથે સાથે આસ્થા ગિલ અને રિકો પણ આ મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે.

ચાહકોને વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે
ચાહકો સહદેવના હોઠ સાથે તેની અભિવ્યક્તિને ખૂબ પસંદ કરે છે. લગભગ ત્રણ મિનિટના આ વીડિયો આલ્બમમાં સહદેવ દિરદો સંપૂર્ણપણે હિપ-હોપ લુકમાં જોવા મળેછે. મ્યુઝિક વીડિયોથી હવે સહદેવની સફર શરૂ થઇ છે. આ બેકગ્રાઉન્ડમાં બાદશાહ સાથે અન્ય ગાયકો અને કલાકારો પણ જોવા મળે છે

વીડિયોમાં છવાઇ ગયો સહદેવ
આ વીડિયોમાં સહદેવ બાળ અભિનેત્રીને ચોકલેટ દ્વારા પ્રપોઝ કરતો જોવા મળે છે. વીડિયોમાં બાળપણમાં મળ્યા બાદ, પછી બંને અલગ થઈ ગયા હતા, પરંતુયુવાનીમાં અભિનેત્રીને સહદેવની યાદ આવે છે. "બચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે" ગીતના શબ્દોની જેમ જ આ ગીતની થીમ બાળપણથી યુવાની સુધી છે.

વીડિયો રિલિઝ થયા બાદ સહદેવના ચાહકોમાં વધારો
"બચપન કા પ્યાર" ગીતના સત્તાવાર લોન્ચિંગ બાદ હવે ફરી એકવાર સહદેવના ચાહકો વધી રહ્યા છે. સહદેવ દિરદોએ તેની શાળામાં શિક્ષકનાકહેવાથી 'બચપન કા પ્યાર' ગીત ગાયું હતું, જે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શૂટિંગ પહેલા બોલિવૂડ સિંગર બાદશાહે સહદેવ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેમને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો હતો. આ સાથે તેમણે એક સાથે ગીત ગાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ આ ગીતના ચાહક બન્યા
સહદેવના ગીતના બોલિવૂડના ચાહકની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ આ ગીતના ચાહક બન્યા હતા. બઘેલ સહદેવ પણ સહદેવને મળ્યા હતા અને આ ગીત સંભળાવવા માટે કહ્યું હતું, આ વીડિયો પણ સીએમ બઘેલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન આઇડલના સેટ પર પણ જોવા મળ્યો હતો બચપન કા પ્યાર ગીતનો ફીવર
આદિત્ય નારાયણે ઇન્ડિયન આઇડલના સેટ પરથી એક ક્લિપ શેર કરી છે, જેમાં જજ અને બાકીના સ્પર્ધકો સહદેવ દિરદો સાથે બચપન કા પ્યાર ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતા આદિત્ય નારાયણે કેપ્શન લખ્યુંમાં કે, બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે ફેમ સહદેવ અને ઇન્ડિયન આઇડલની ટીમ સાથે.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમામ સ્પર્ધકો પર પણ હાલ બચપન કા પ્યારનો ફીવર વધતો જણાય છે. આ વીડિયોમાં અનુ મલિક, સોનુ કક્કર, મોહમ્મદ દાનિશ, અરુણિતા કાંજીલાલા, નિહાર તૌરો, સન્મુખ પ્રિયા, સિયાલી કાંબલે પણ નજરે પડે છે.