For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મંત્રીએ કહ્યું- શાહરૂખ ખાન ભાજપમાં જોડાઇ જશે, તો ડ્રગ્સ પણ ખાંડનો પાવડર બની જશે

મંત્રીએ કહ્યું છે કે, જો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ભાજપમાં જોડાય છે, તો તેમના પુત્ર પરના તમામ આરોપોનો અંત આવશે અને ડ્રગ્સ પણ ખાંડનો પાવડર સાબીત થઇ થશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ: ડ્રગ્સ કેસમાં NCB તપાસનો સામનો કરી રહેલા આર્યન ખાનના બચાવમાં મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સામે આવ્યા છે. આ મામલે તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. મંત્રીએ કહ્યું છે કે, જો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ભાજપમાં જોડાય છે, તો તેમના પુત્ર પરના તમામ આરોપોનો અંત આવશે અને ડ્રગ્સ પણ ખાંડનો પાવડર સાબીત થઇ થશે.

એનસીપીના નેતાએ કહ્યું છે કે, ડ્રગ્સના કેસમાં એનસીબીની બેવડી માનસિકતા બધા જોઈ રહ્યા છે, ગુજરાત પોર્ટ પર મળી આવેલા 3,000 કિલો હેરોઈનના કેસની તપાસ કરવાને બદલે એનસીબી આર્યન ખાનની પાછળ પડી ગઇ છે.

હાલ આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ

હાલ આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુંબઈમાં ક્રૂઝ પર થઈ રહેલી ડ્રગ પાર્ટી પર રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાનની જામીનઅરજી ઘણી વખત ફગાવી દેવામાં આવ્યા બાદ હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. આર્યન ઉપરાંત એનડીપીએસ કોર્ટે અરબાઝ મર્ચન્ટ (26) અને ફેશન મોડલ મુનમુનધામેચા (28)ની જામીન અરજી પણ ફગાવી દીધી હતી, ત્યારબાદ ત્રણેય મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

કેમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી?

કેમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી?

ત્રણેયની જામીન અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે, તેઓ નિયમિતપણે ગેરકાયદે ડ્રગ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અનેતે ડ્રગ પેડલર્સ સાથે પણ સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ ડ્રગ કેસમાં અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પૂછપરછમાંએ વાત સામે આવી છે કે, આર્યને અનન્યા પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું અને અનન્યાએ વ્યવસ્થા કરવાની વાત પણ કરી હતી.

18 કરોડના આરોપ પર સમીર વાનખેડે કહ્યું - 'ટૂંક સમયમાં યોગ્ય જવાબ આપશે'

18 કરોડના આરોપ પર સમીર વાનખેડે કહ્યું - 'ટૂંક સમયમાં યોગ્ય જવાબ આપશે'

ઉલ્લેખનીય છે કે, એક તરફ આર્યન ખાનને ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં જામીન નથી મળી રહ્યા, તો બીજી તરફ NCB ની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે.

હવે આકેસના એક સાક્ષીએ દાવો કર્યો છે કે, આ કેસમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને કથિત ખાનગી તપાસકર્તા કે. પી. ગોસાવી વચ્ચે ડીલ થઈ હતી.

જેમાંકરોડોના વ્યવહારો થવાના હતા. ત્યારથી રાજકીય પક્ષોના લોકો NCB પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે આ મામલે ખુદ NCB અધિકારીનું નિવેદન સામે આવ્યું છે.

English summary
Mumbai: Maharashtra Minister Chhagan Bhujbal has come out in defense of Aryan Khan, who is facing an NCB probe in a drugs case. In this case, he has targeted the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X