For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dada Saheb Phalke Award 2022 : જાણો દાદાસાહેબ ફાળકે એવોર્ડ સાથે જોડાયેલી રોચક વાતો

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક આશા પારેખને આજે ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારના રોજ આ અંગેની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

Dada Saheb Phalke Award 2022 : બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક આશા પારેખને આજે ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારના રોજ આ અંગેની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ પીઢ અભિનેત્રીને 30 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવશે.

દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત ક્યારે થઇ?

દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત ક્યારે થઇ?

આશા પારેખે પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં હંમેશા તેની બબલી સ્ટાઈલથી, ક્યારેક સાદગી સાથે, ક્યારેક કિલર ડાન્સથી અને ક્યારેકહ્રદયસ્પર્શી અભિનયથી લોકોનું મનોરંજન કર્યું છે. આશા પારેખને 52મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છેકે દાદા સાહેબ ફાળકે એવોર્ડને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1969માં કરવામાં આવીહતી.

આવો જાણીએ આ એવોર્ડની ખાસ વાતો

આવો જાણીએ આ એવોર્ડની ખાસ વાતો

હકીકતમાં 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' દર વર્ષે ભારત સરકાર દ્વારા ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કલાકારને આપવામાંઆવે છે. દાદાસાહેબ ફાળકેની જન્મશતાબ્દી વર્ષ 1969થી આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

10 લાખ રૂપિયા, સુવર્ણ કમળ, પ્રશસ્તિપત્ર

10 લાખ રૂપિયા, સુવર્ણ કમળ, પ્રશસ્તિપત્ર

પહેલીવાર આ સન્માન અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યું હતું. હાલમાં આ એવોર્ડમાં 10 લાખ રૂપિયા, સુવર્ણ કમળ, પ્રશસ્તિપત્રઅને શાલ છે. આશાને વર્ષ 1992માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

English summary
Know the interesting facts related to Dadasaheb Phalke Award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X